________________
૨૩૬
[ શ્રી વિજયપધસૂરિકઆંખ મીંચાયા પછી આ જીવ પરભવ જાય છે, નારી પ્રમુખ જીંડી અહીં શુભ અશુભ સાથે જાય છે ચાર ભેદે ધર્મ સાધન મેક્ષ સુખ પણ એહથી, હે જીવ! નિશ્ચલ ધર્મ જાણી સાધજે ઉલ્લાસથી, રર૬
અક્ષરાર્થ–હે જીવ! શ્વાસોચ્છવાસ વિગેરે પ્રાણને કમળના પત્રની અણુ–ધાર ઉપર ઠરેલા પાણીનાં ટીંપા જેવા અતિશય ચપળ-અસ્થિર જાણીને તું હવે જલ્દી દાન દેજે, શીલ અને તપશ્ચર્યા કરજે અને સંસારથી ઉગ પામવા રૂપ વૈરાગ્ય રસને સ્વાદ લેજે, કારણ કે મધુર આહારનું ભૂજન કરવાથી, મનહર રત્નાદિકના હાર પહેરવાથી, સારી રીતે મેજમજાહમાં ફરવા હરવાથી અને મણિરત્નથી જડેલા બાજુબંધ વિગેરે પહેરવાથી તેમજ ઉદાર, સુંદર સ્ત્રીઓના વિલાસથી હારું શું વળવાનું છે? (માટે એ બધા મેહ છોડીને ધર્મની સાધના કરવા તૈયાર થઈ જા.) ૫૬
સ્પષ્ટાર્થ–જેના અસંખ્યાતા પ્રદેશે ધર્મની ધગસ ઝળકી ઊઠી છે તે એક ભવ્ય જીવ પિતાના આત્માને ઉદ્દેશીને લોકમાં કહ્યા મુજબ હિત કરનારી શિખામણ આપે છે. અથવા પરોપકારી દયા સિંધુ સ્વપતારક શ્રી તીર્થકર મહારાજા કે શ્રી ગુરૂ મહારાજા એક ભવ્ય જીવને ઉદ્દેશીને આ પ્રમાણે શીખામણ આપે છે. આવી પદ્ધતિને ગોઠવીને કવિરાજ જણાવે છે કે, હે ભવ્ય જીવ ! તું સારાં સારાં ભજન કરે છે, અને કાયમ તે તરફ જ લક્ષ્ય રાખે છે, એ પ્રમાણે ઉત્તમ હાર અને મણિ રત્નની રચનાથી જેઓને