________________
૨૭૭
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક] અગ્રભાગ (ચ) દીપી રહ્યો છે, તેવા ઘરેણાં પહેરવાનો શોખ કરે છે, તથા મેજ શેખની ખાતર બાગ વિગેરેમાં ફરવા જાય છે, તેમજ સુંદર સ્ત્રીઓના ભંગ વિલાસમાં રાતદિન બહુ જ તલ્લીન રહે છે, ને ધર્મનું તે નામ પણ લેતા નથી. આ રીતે જે વસ્તુઓ દુર્ગતિના દુઃખને આપનારી અને ક્ષણિક છે, એટલે પરભવમાં જતાં સાથે આવતી નથી, કારણકે અહીં બધું છોડીને જ પુણ્ય પાપને લઈને જીવ પરભવમાં એક જ જાય છે, તેવા પદાર્થોના મોહમાં તારી જીંદગીને ઘણે ખરે ભાગ ચાલ્યો ગયે. અને હજુ સુધી પણ તું કંઈ ધર્મની આરાધના કરતે નથી. એ શું વ્યાજબી ગણાય? જીવનની ક્ષણભંગુરતા શું તું ભૂલી ગયા? કમલને પાંદડાની ઉપર રહેલું પાણીનું ટીપું જેમ અસ્થિર હોય છે. તેવી જ સ્થિતિ તારા જીવનની સમજી લેજે. તારી જીવન દરી કયા ક્ષેત્રમાં કયા ટાઈમ તૂટી જશે તેની તને તલભાર પણ વિચારણે થતી નથી, હવે તું જલી ચેતીને દશ દષ્ટાંતે દુર્લભ એવા માનવ જન્મને સફલ કરવા માટે દાન શીલ તપની સાધના જરૂર કરી લે. અને સંસારની વિવિધ ઉપાધિમાંથી મુક્ત થઈ જા. સંસારને કેદખાના જે માનજે. એમાં આસક્તિ રાખનારા ઘણું જીવે દુર્ગતિના દુખે ભેગવી રહ્યા છે. અને સંસારથી કંટાળીને નિર્મલ સંયમને સાધનારા ઘણું જીવો મોક્ષ રૂપી મહેલમાં જઈને અવ્યાબાધ સુખને ભેગવી રહ્યા છે અને ભગવશે. શ્રી દેશના ચિંતામણિના પહેલા ભાગમાં સંસારનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. તથા દાન અને શીલનું