________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૨૬૯ લગાડી છે. ઘરેણાં પહેરેલા છે. આંખમાં કાજળ આંક્યું છે. તે મેંઢામાં નાગર વેલનું પાન ચાવી રહી છે. અને ગર્ભવતી છે. આ બનાવ જોઈને રાજાએ તે સાધ્વીને વિનયથી કહ્યું કે હે સાધ્વીજી! તમે આવું સંયમથી વિરૂદ્ધ વર્તન કેમ કરે છે?
સાધ્વી––હું એકલી જ કયાં આવું કરૂં છું. પણ બધી સાધ્વીઓ મારા જેવું કામ કરે છે.
રાજા--હે પાપિણ ! તું જ આવી નીચ જણાય છે. બાકી બીજી સાધ્વીઓ તે પરમ ઉલ્લાસથી નિર્મલ સંયમને સાધે છે. આ પ્રમાણે તેને તિરસ્કાર કરીને રાજા આગળ ચાલે છે. તેવામાં તે દેવ પિતાનું મૂલ રૂપ દેખાડી રાજાને પ્રણામ કરીને કહે છે કે હે રાજન ! ઇંદ્ર મહારાજે તમારા સમ્યકત્વની જેવી પ્રશંસા કરી હતી, તેવા જ તમે છે. જેમાં સમુદ્ર મર્યાદા ન મૂકે તેમ તમે સમ્યકત્વની મર્યાદા તજતા નથી. વિગેરે પ્રકારે સ્તુતિ કરીને હાર વિગેરેની ભેટ દઈને તે દેવ સ્વર્ગમાં ગયે. રાજા મહેલમાં આવી કપિલા દાસીને કહે છે કે તું તારા હાથે મુનિને દાન આપ. - કપિલા દાસી–હે સ્વામી! મને આવી આજ્ઞા ન આપ. હું દાન નહિ આપું, તમે આજ્ઞા ફરમાવે તે હું અગ્નિમાં પડીને બળી મરવા અથવા ઝેર ખાઈને મરવા તૈયાર છું. પણ મુનિને દાન તે આપીશ જ નહિં. આ પ્રમાણે કપિલા દાસીનાં વચન સાંભળીને શ્રેણિક મહારાજાએ કાલસૌકરિકને પિતાની પાસે બોલાવરાવ્યે. અને તેને કહ્યું કે તું,