________________
૨૭૦
[ શ્રી વિજયપત્રસૂરિકૃતદરરોજ પાંચસે પાડાને વધ કરે છે તે એક દિવસને માટે બંધ કર. શ્રેણિક મહારાજાની તેવી આજ્ઞા સાંભળીને કાલસૌકરિકે કહ્યું કે હે મહારાજ! હું ઘણાં વર્ષોથી પાંચ પાડાઓને વધ કરું છું. હવે મારું ઘણું આયુષ્ય ગયું છે અને થોડું આયુષ્ય બાકી છે તે ચેડા કાલ માટે હું મારે કુળાચારને ચાલતે આવેલા નિયમ શા માટે મૂકી દઉં? માટે આ આપને હુકમ મારાથી કઈ રીતે પાળી શકાશે નહિ. રાજાએ ઘણી રીતે સમજાવ્યા છતાં ન માન્યું ત્યારે રાજાએ તે કાલસૌકરિકને એક અંધ કુવામાં નંખાવ્યું. રાજાએ માન્યું કે કૂવામાં રહેલ તે કેવી રીતે પાડાને વધ કરશે? બીજે દિવસે સવારે વીર પ્રભુની પાસે જઈ વંદન કરીને રાજાએ કહ્યું કે મેં કાલસાકરિકને એક દિવસને માટે પાડાના વધથી કર્યો છે, ત્યારે પ્રભુએ કહ્યું કે તે કાલસકરિકે કૂવામાં રહ્યા છતાં પણ માટીના પાંચસો પાડાઓ બનાવીને તેને વધ કર્યો છે. જો કે પાડાઓ માટીના હતા છતાં તેણે વધ કરવાની બુદ્ધિથી માર્યા છે માટે તેણે ભાવહિંસા કરી છે. આ પ્રમાણેનાં પ્રભુનાં વચને સાંભળીને શ્રેણિક મહારાજાએ ખેદપૂર્વક કહ્યું કે હે પ્રભુ! આપને મૂકીને હું બીજા કોને શરણે જાઉં. ત્યારે પ્રભુએ કહ્યું કે હે રાજન્ ! તમે ખેદ કરે નહિ. કારણ કે આ ભવથી ત્રીજે ભવે તમે 'પદ્મનાભ નામને પહેલા તીર્થકર થવાના છે. તે સાંભળી શ્રેણિક રાજા હર્ષ પામ્યા. અહીં દષ્ટાંત પૂરું થાય છે, તેમાંથી
૧-વિશેષ બીના શ્રી સ્થાનાંગ સત્રમાં અને શ્રી સત્ય પ્રકાશમાં જણાવી છે.