________________
૨૬૮
[ શ્રી વિજયપધસૂરિકૃતવિલાપ કરે છે. ત્યારે તેને આશ્વાસન ગર્ભિત બોધ આપવાની ખાતર જ પ્રભુ દેવે કહ્યું કે હે રાજન ! કપિલાદાસી જે મુનિને દાન આપે, અને કાલસેકરિક કસાઈ જે દરરોજ ૫૦૦ પાડાને મારે છે, તે એક દિવસ પાડાને વધ બંધ કરે, તે તારે નરકમાં જવાનું ન થાય.
રાજા શ્રેણિક–આ બંને કાર્ય ખૂશીથી બની શકશે. એમ કહીને રાજા શ્રેણિક નગર તરફ ચાલ્યા. રસ્તામાં દરાંક દેવે દૈવિક શક્તિથી રાજા શ્રેણિકની પરીક્ષા કરવા માટે નદીમાં જાળ નાખીને એક મુનિ માછલાં પકડી રહ્યા છે, અને તે માછલાંનું માંસ ખાય છે આ બનાવ દેખાડશે. દેવતાઈ શક્તિના પ્રભાવને નહિ જાણતા એવા રાજાએ મુનિને નમ્રતાથી કહ્યું કે હે મુનિ! આવું નીચ કાર્ય તમારા જેવાએ ન જ કરવું જોઈએ. જલદી આ કામ છોડી દે. કારણ કે આ કામથી તમારે દુર્ગતિના દુઃખ લેગવિવાં પડશે,
મુનિ–હું એકલો જ કયાં આવું કામ કરું છું. પ્રભુ મહાવીરના તમામ સાધુઓ આ રીતે કરે છે.
રાજા--હું જ આવે નિર્ભાગ્ય શિરોમણી છે. બાકી પ્રભુદેવના તમામ ચેલાઓ તે નિર્મલ સંયમને સાધે છે.
આ પ્રમાણે તેને તિરસ્કાર કરીને રાજા શ્રેણિક જ્યાં નગરીમાં પેસે છે, ત્યાં દેવે દૈવિક શક્તિથી એવું સ્વરૂપ દેખાડ્યું કે એક જુવાન સાધ્વી છે. તેણુએ પગે મેંદી