________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ].
૨૬૭ બાદ રાજા શ્રેણિકે પરભવ સંબંધી પ્રશ્ન કર્યો કે હે પ્રભું ! હું અહીંથી મરીને કયાં જઈશ? જવાબ દેતાં પ્રભુ દેવે જણાવ્યું કે હે રાજન્ ! શિકાર કરતી વખતે તમે બે જીવ વાળી (ગર્ભવંતી) હરિને બાણ મારીને નાશ કર્યો હતે. બે પંચેન્દ્રિય જીવને હણતાં તમે નરકાયુષ્યને બાંધ્યું હતું. ત્યાર બાદ ક્ષાયિક સમ્યકત્વને પામ્યા છે. સમ્યકત્વ પામ્યા પહેલાં આયુષ્યને બંધ પડી ગયો છે. તેથી તમે અહીંથી મરીને પહેલી નરકમાં જશે. ત્યાં તમારે દુઃખ ભોગવવું પડશે. આવું અવધિજ્ઞાનથી જાણીને પહેલાં અહીં સમવસરણમાં જ્યારે તમને છીંક આવી હતી, ત્યારે કેઠીયાનું રૂપ ધારણ કરનાર દર્દરાંક દેવે કહ્યું હતું કે હે રાજન ! તમે લાંબા કાળ સુધી છે. આમ કહેવામાં મુદ્દો એ હતા કે તમારે મર્યા પછી નરકમાં દુખ ભેગવવાનું છે.
રાજા શ્રેણિક–હે પ્રભુ! જેથી મારે નરકમાં જવાનું ન થાય તે કેઈ ઉપાય છે.?
પ્રભુ શ્રી મહાવીર દેવ—હે રાજન! નરક ગતિના આયુષ્યને બંધ પડયા પછી તેને ભેગવવા માટે નરકમાં જવું જ પડે. એ પ્રમાણે બીજી ગતિના ત્રણ આયુષ્યની બાબતમાં પણ સમજી લેવું. કારણ કે આયુષ્ય સિવાયના બીજા કર્મો અમુક જ ગતિમાં ભગવાય એ નિયમ નથી. તે નિયમ તે એક આયુષ્ય કર્મની બાબતમાં જ હોય છે. માટે અહીંથી તરતના ભવમાં તે તમારે નરકમાં જવું જ પડશે. પ્રભુદેવના આ વચન સાંભળીને શ્રેણિક રાજા બહુ