________________
૨૬૬
[ શ્રી વિજ્યપદ્વરિતનહિં છતાં જો કે તેમ કરવા ઇચ્છે તે જેમ તેની મૂર્ખાઈ ગણાય, તેમજ બે લાખ જેજન વિસ્તારવાળા અને પંદર લાખથી અધિક પેજન પ્રમાણ ઘેરાવાવાળા ખારા લવણું સમુદ્રને મધના એક જ ટીપા માત્રથી કદી મીઠો થાય જ નહિં, છતાં કેઈ મધના એક ટીપાથી મીઠો કરવા ઈચ્છે તે તેની જેમ મૂર્ખાઈ ગણાય તેમ દુર્જનને સદુપદેશ આપી સજજન બનાવવાની ઈચ્છા રાખવી તે પણ મૂખાઈ છે. અહિં તાત્પર્ય એ છે કે જગતમાં અગ્નિ જેમ સેંકડે ઉપાય શીતલ ગુણવાળે ન થાય તેમ દુર્જન પુરૂષ સ્વભાવે જ દુર્જન હોવાથી ઘણું ઉપદેશથી પણ સજજન થાય જ નહિં. આ લેકનું રહસ્ય એ છે કે અહીં જણાવેલા ત્રણ કાર્યો કરનાર પુરૂષ જેમ મૂર્ખ કહેવાય, તેવી રીતે ઉપદેશ દઈને દુર્જનને સુધારવા માટે પ્રયત્ન કરનાર પુરૂષ પણ જરૂર મૂર્ખ ગણાય. જેવી રીતે કાગડાને ઘણે સાબુ લગાવીને જોઇએ તો પણ તે સફેદ થાય જ નહિ. અને લસણ વિગેરે દુર્ગધ મય પદાર્થોને સારા સુગંધમય બનાવવાને ગમે તેટલે પ્રયત્ન કરીએ તે પણ તે સુગંધમય બને જ નહિ, તેવી રીતે દુર્જન પણ સુધરી શકે જ નહિ. આ બાબતમાં રાજા શ્રેણિક અને કપિલા દાસી તથા કાલસોરિક કસાઈની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી–સાંસારિક સગાઈની અપેક્ષાએ પ્રભુ શ્રી મહાવીર દેવના રાજા શ્રેણિક બનેવી થાય. કારણ કે ત્રિશલા માતા અને ચેડા રાજા બને સગા ભાઈ બેન થાય. અને ચેડા રાજાની પુત્રીને રાજા શ્રેણિક પરણ્યા હતા. એક વખત પ્રભુ દેવની દેશના સાંભળ્યા