________________
૨૬ર
[ શ્રી વિજ્યપદ્વરિતમનને મલીન કરનારા અનેક સાધનામાં “રાગથી સ્ત્રી તરફ જેવું” એ મુખ્ય સાધન ગણાય છે. જો કે જેવાની ક્રિયા આંખથી થાય છે. પરંતુ તેમાં પણ મનની મદદ જરૂર હોય છે. કારણ કે મનની મદદ વિના પાંચે ઈદ્રિયે પિત પોતાનું કાર્ય સંપૂર્ણ રીતે કરી શકતી નથી. કર્મના બંધની અપેક્ષાએ વિચાર કરતાં જરૂર સમજાય છે કે આંખ વડે જે તે જોયા કરવાથી ઘણું કરીને જૂદા જૂદા પ્રકારના કર્મને બંધ વધારે પ્રમાણમાં થાય છે. માટે જ ભગવંતે ભવ્ય ઇને ઈર્યા સમિતિને પાલવાને ઉપદેશ આપે છે. તે પ્રમાણે નહિ વર્તનારા નું મન જરૂર અસ્થિર થાય છે. અને છેવટે વિકારે પ્રત્યે પણ મનની રૂચિ થવા રૂપ પ્રવૃત્તિ થાય છે. આ બાબતમાં રથનેમિની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી-પ્રભુ શ્રી નમિનાથના તે રથનેમિ ભાઈ થાય. તેમણે પ્રભુ દેવની દેશના સાંભળીને દીક્ષા લીધી હતી. સંયમની આરાધના કરવામાં તલ્લીન બનેલા મુનિ રથનેમિ એક વખત ગિરનાર પર્વતની ગુફામાં કાઉસ્સગ ધ્યાને રહ્યા છે. સાધ્વી રાજીમતીજી પર્વત ઉપર ચઢતાં વરસાદ પડવાથી ભિંજાએલા વસ્ત્રો આ ગુફામાં સૂકવી રહ્યા છે. તેમને રથનેમિ મુનિ અહીં છે. આ બાબતની જરા પણ ખબર હતી નહિ. મુનિ રથનેમિ રામતિનું દિવ્ય રૂપ જોતાંની સાથે સંયમથી ચલિત થાય છે. તેમની ભાષા ઉપરથી સતી રાજીમતીજી તરત સમજી ગયા. અને તેમણે મુનિને સમજાવ્યું કે-હે મહાનુભાવ! તમે તમારી સાધુપણાની સ્થિતિને કેમ ભૂલી જાઓ છે. આવી