________________
સ્પઝા સહિત વૈરાગ્યશતક ]
ર૬૧ કેઈક સર્વથા વસ્ત્રને ત્યાગ કરી લેકને લજજા ઉપજે એવી બિભત્સ નગ્ન અવસ્થામાં રહી નાગા બાવા અથવા દિગંબર બની સાધુ કહેવડાવે છે, વળી કેઈક તે ત્રણ દંડ રાખી ત્રિદંડી સાધુ બને છે, અને કઈક ખભા ઉપર કાંબળા રાખી તેના ભારથી નમેલી ખાંધવાળા થઈ ફરે છે, કેઈક પ્રભુના નામની જપમાળા જપ્યા કરે છે, પરંતુ એ બધા જૂદી જુદી જાતના નામધારી સાધુઓ સુંદર સ્ત્રીને દેખે કે તુરત લલચાઈ જાય છે, તેની સાથે વાતચિતને પ્રસંગ સાધી વાર્તા વિદમાં રસિયા બને છે, પરિણામે પતિત પણ થઈ જાય છે, તે
એવા સ્ત્રીને દેખી ચલિત થઈ જનારા સાધુઓ ભભૂત લગાવે, ધૂમ્રપાન કરે, દિગંબર થઈ ફરે, ખભે કામળા ઓઢે કે ત્રિદંડ રાખે કે જપમાળા જપે તેમાં શે દહાડે વળે? કારણ કે જ્યાં સુધી વિષમાં જતાં મનને વાળ્યું નથી ત્યાં સુથી રખ્યા ચળવી વિગેરે કિયા ભલેને કરે, પણ તેમનું આત્મકલ્યાણ તે થાય જ નહિ. એવા વેષધારી વિષયાંધ સાધુઓ પોતાને અને લેકને બનેને ઠગે છે ને પરિણામે દુર્ગતિ પામે છે. માટે જે વિષયોથી મન વચન કાયાએ કરીને નિવૃત્ત થાય, અને ગમે તેવી સુંદર અપ્સરા દેખીને પણ જેઓ ચળાયમાન ન થાય તેવા જિતેન્દ્રિય મહાપુરૂષે જ ખરા મોક્ષ માર્ગના સાધક ગણાય છે. અને તેઓ જ બીજા ભવ્ય જીને સંસાર સમુદ્રને પાર પમાડે છે. પ્રભુ શ્રી તીર્થકર દેવે પ્રકાશેલા શ્રી જૈનેન્દ્ર શાસનનું ફરમાન એ છે કે નિર્મલ ચિત્તે કરેલી ધર્મ ક્રિયાથી કર્મ નિર્જરા વિગેરે વિશિષ્ટ ફલ મળી શકે છે.