________________
૨૬૦
[ શ્રી વિજયપધસૂરિકૃતસ્ત્રી નિરખતાં દોડતા મનને ન રેકે જે નરા, ધમપાન ભસ્મ લગાડવી તન પર સફલ તે ના જરા તસ ત્રિદંડી ધારણા તિમ વસ્ત્રો પરિહાર એ, કાબલા ખંભે ઉપાડે જાપ નિષ્ફલ જાણીએ. ૨૧૯ નિર્વિકારી મન બનાવી જેહ કિરિયા સાધીએ, તાસ ફલ સંપૂર્ણ લહીએ ઈમ કહ્યું તીર્થકરે, મેહ કેરૂં પ્રબલ સાધન સ્ત્રી નિરીક્ષણ રાગથી, ઈમ વિચારી ચેતનારા થાય સુખિયા નિયમથી. ર૨૦
અક્ષરાર્થ–જ્યાં સુધી સુંદર નેત્રવાળી સ્ત્રીઓના તરફ દોડતું મન જે યેગીએ કર્યું નથી ત્યાં સુધી તે ગી શરીરની ઉપર રાખે છે તેથી શું વળે? ધૂમ્રપાન કરે તેથી શું વળે? વસ્ત્ર છેડી નગ્ન-દિગંબર જેવી આ જુગુપ્સનીય ( લજજાવાળી) અવસ્થાએ ફરે તેથી શું વળવાનું? તેમ ત્રણ દંડ રાખીને ત્રિદંડી થઈને ફરે તેથી શું વળવાનું? તેમજ ખભા ઉપર ઘણા કાંબળાનો ભાર ઉંચકી ખભે નમાવીને ફરે તેથી શું વળવાનું? તેમજ જાપની માળા ફેરવ્યા કરે તેથી શું વળવાનું? ( અર્થાત્ વિષય લાલસા તરફ જતાં મનને
ક્યા વિના એ છ કાર્યોથી કંઈ પણ ઈષ્ટ ફળની સિદ્ધિ થતી
નથી) ૫૩
સ્પષ્ટાર્થ—કેટલાએક જ સાધુ વેષ લઈ શરીરે ભભૂત લગાવી બાવા બની પિતાને ત્યાગી કહેવડાવે છે, વળી કેઈક તે ગાંજા ચલમ વિગેરે કુંકી ધૂમ્રપાન કરી સાધુ કહેવડાવે છે,