________________
[ શ્રી વિજયદ્રસૂરિકૃતહજાર વર્ષ સુધી મંડલિક રાજાપણે રહ્યા. ત્યાર બાદ છ ખંડને સાધવામાં ૬૦ હજાર વર્ષ ગયા અને જેમાં એક હજાર વર્ષ ઓછા છે એવા ૧૨ લાખ પૂર્વ સુધી ચક્રવર્તિપણામાં રહ્યા. આના અંત ભાગમાં કેવલી થઈ ઘણે કાલ પૃથ્વી તલ ઉપર વિચરી છેવટે સિદ્ધ થયા એ વાત પહેલાં પણ કહી છે. વિશેષ બીના શ્રી ભાવના ક૫લતામાંથી તથા શ્રી દેશનાચિંતામણિમાંથી જોઈ લેવી.
૨. ઢઢણમુનિ-પ્રભુશ્રી નેમિનાથના તે શિષ્ય હતા. મોદકને ચૂરે કરતાં શુભ ભાવના વધતા કેવલી થયા. ૩ અંડરૂદ્રાચાર્યના શિષ્ય-ગુરૂના પ્રહારને ક્ષમા રાખી સહન કરતાં શુભ ભાવનાથી કેવલી થયા. કેવલીને ખમાવતાં ગુરૂમહારાજ પણ કેવલજ્ઞાન પામ્યા. ૪ અષાઢામુનિ–ભરત મહારાજાનું નાટક કરતાં શુભ ભાવનાએ કેવલી થયા. ૫ મુનિ કૂરગડુ-ક્ષમા ગુણથી કેવલી થયા. ૬ પ્રસન્નચંદ્ર રાજર્ષિ–ોધને ત્યાગ કરી કેવલી થયા. ૭. એલાપુત્ર-વસંતપુર નગરમાં નાટક કરતાં શુદ્ધ ભાવનાએ કેવલી થયા. ૮ માલતુષમુનિસ્થિરતા સમતા વિગેરે ગુણોથી કેવલજ્ઞાન પામ્યા. ૯. બંધક સૂરિના પાંચસે શિષ્ય-ઘાણીમાં પીલનારા પાલકની ઉપર સમતાભાવ રાખતાં કેવલી થયા. ૧૦. સુકેશલ મુનિ -કીર્તિધર મુનિ-પેટ ખાતી વાઘણની ઉપર સમતા ભાવ રાખી કેવલી થયા. ૧૧. મહાબલ કુમાર-લાકડાં ગોઠવીને પિતાને બાળતી કનકવતીની ઉપર સમતા ભાવ રાખતાં કેવલી થયા. ૧૩. ગજસુકુમાલ-સૌમિલ બ્રાહ્મણના ઉપસર્ગને સહન કરી કેવલી થયા. ૧૪. શ્રી અતિમુક્ત મુનિવર-ઈરિયાવહી