________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક]
૧૯૫ પ્રતિકમતાં કેવલી થયા. ૧૫. દરરોજ સાત હત્યા કરનાર અર્જુનમાલી ક્ષમાં ગુણથી કેવલી થયા ૧૬. ચિલાતી પુત્રસુસમાનું મસ્તક હાથમાં લઈને ચાલ્યા જાય છે. રસ્તામાં મુનિએ કહેલા ઉપશમ વિવેક સંવર આ ત્રણ પદને વિચાર કરતાં સન્માર્ગને સાધી સુખિયા થયા. ૧૭. મુનિપતિ મહારાજ–અગ્નિને ઉપસર્ગ સહીને સદ્ગતિના સુખ પામ્યા. ૧૮. અવંતિ સુકુમાલ-નલિની ગુલ્મ અધ્યયન સાંભળી સંયમ સાધીને નલિની ગુલ્મ વિમાનમાં દેવતાઈ સુખ પામ્યા. ૧૯ જંબૂસ્વામી–નવાણું કોડ સેવૈયા તથા આઠ નારીને ત્યાગ કરી સંયમ લઈને મુક્તિના સુખ પામ્યા. ૨૦ શ્રી વજાસ્વામિજીબાલ્ય વયમાં સંયમની સાધના કરી આત્મહિત કર્યું. એક કરોડ સેનૈયા સાથે રૂકિમણ કન્યાને દેતાં શેઠને સમજાવી રુકિમણને સાધ્વી બનાવી. શ્રી વજસ્વામિજીને જન્મ. વી. નિ. સં. ૪૬ માં થયે હતે. તેજ સાલમાં તેમના પિતા ધનગિરિજીએ દીક્ષા લીધી હતી. તેમની (વા ૦ ની) દીક્ષા વિ. નિ. સં. ૫૦૪ માં, અને પ૧૬ માં આચાર્ય પદવી અને ૫૪૮ માં યુગ પ્રધાન પદવી થઈ હતી. તેમણે સં૦ ૫૭૮ માં શ્રી શત્રુંજયનો ઉપદ્રવ દૂર કર્યો. તેમજ જાવડશાની પાસે તેમણે શ્રી શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યું. વી. નિસં. ૫૮૪ માં રથાવત્ત ગિરિની ઉપર અનશન કરી સ્વ. ગયા. યાદ રાખવું કે વીર સંવતમાં અને વિક્રમ સંવતમાં ૪૭૦ વર્ષને ફરક છે. અને ઈસવી સનમાં તથા વિક્રમ સંવતમાં ૫૬ છપ્પન વર્ષને ફરક છે. ૨૧ શાલિભદ્ર– બત્રીસ સ્ત્રીઓ અને દેવતાઈ ઋદ્ધિને ત્યાગ કરી સંયમ સાધીને