________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૧૯૩
આપણે વિચારવું જોઇએ કે કયા ઉપાયાથી પહેલાં કહેલાં સ્વરૂપવાલા કના સંબંધ દૂર કરી શકાય ?
આ પ્રશ્નનેા જવાબ એ છે કે શ્રી જૈનાગમમાં કહ્યું છે કે સર્વ વિરતિ દેશવિરતિ ઉપધાન પૌષધ વિગેરે ઉત્તમ સાધનાને પૂર્ણ ઉલ્લાસથી સેવનારા ભવ્ય જીવા કના સંબંધ જરૂર દૂર કરી શકે છે. તેવા કેટલાએક મહાપુરૂષાની ટૂંકી મીના આ પ્રમાણે જાણવી:—
૧. ભરત મહારાજા-અનિત્યભાવનાથી આરિસા ભુવનમાં કેવલ જ્ઞાન પામ્યા. આ વખતે તેમની ઉંમર ૮૩ લાખ પૂર્વ જેટલી વીતી ગઇ હતી, કેવલી થયા માદ એક લાખ પૂર્વ સુધી કેવલીપણે વિચરી ઘણાં જીવાને મુક્તિમાર્ગના મુસાફર બનાવી સિદ્ધ થયા. તેમનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. બ્રાહ્મી સુંદરીનું પણ તેટલું જ આયુષ્ય હતું. એમ શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે. આ પ્રસંગે યાદ રાખવું કે જ્યારે શ્રી ઋષભપ્રભુની ઉમ્મર છ લાખ પૂર્વ પ્રમાણુ થઈ ત્યારે ભરત ચક્રવત્તિના જન્મ થયા હતા. પાંચસા ધનુષ્ય પ્રમાણ દેહવાળા તે ભરત મહારાજા ૭૭ લાખ પૂર્વ સુધી કુમારપણે રહ્યા. આ સીત્તોતેર લાખ પૂર્વ સાખીત કરવા માટે યુક્તિ એ છે કે શ્રી ઋષભદેવ પ્રભુની ઉંમર જ્યારે ૬ લાખ પૂર્વની થઈ ત્યારે ભરત મહારાજાના જન્મ થયા. અને તે પ્રભુની ૮૩ લાખ પૂર્વની ઉંમર જ્યારે થઇ ત્યારે ભરત મહારાજા ચક્રવત્તી થયા અને પ્રભુદેવે દીક્ષા લીધી. તેથી ૮૩ માંથી ૬ ખાદ કરવાથી ૭૭ લાખ આવે છે. ત્યાર બાદ ભરતમહારાજા ૧
૧૩