________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક]
૧૮૭ એક માણસ ઉત્તમ રૂપવંત હોય છે અને બીજો માણસ કરૂપ (દેખાવમાં ખરાબ આકૃતિવાળ) દેખાય છે. (૪) એક માણસની પાસે ઘણું લક્ષ્મી હોય છે. જેના પ્રતાપે રહેવાને સુંદર બગીચાથી શોભાયમાન મહેલ હોય છે, પહેરવાને રેશમી લુગડાં મળે છે, ખાવાને મન ગમતાં સુંદર સ્વાદિષ્ટ ભેજન પામે છે. ત્યારે બીજે માણસ નિર્ધન હેવાથી તેને રહેવાને ઝુંપડીનું પણ ઠેકાણું હોતું નથી. પહેરવાને લુગડાં અને ખાવાને પેટ પૂરતું અનાજ પણ મળી શકતાં નથી. (૫) એક માણસ “દયાળુ સ્વભાવ, શ્રી જિનપૂજા વિગેરે ધાર્મિક ક્રિયા કરનારા ભવ્ય જીને યથાશક્તિ મદદ દેવી” વિગેરે કારણોથી વર્યાન્તરાય કર્મને ક્ષયપશમ કરીને અપૂર્વ પગલિક શક્તિ ગુણ પામેલ હેવાથી મહા બલવંત (પરાક્રમી) દેખાય છે અને બીજાને વર્યાન્તરાય કર્મને ઉદય ચાલુ હોવાથી તે શક્તિહીન (દુર્બલ) દેખાય છે. (૬) એક માણસ ક્ષય ભગંદર કેદ્ર વિગેરેની તીવ્ર વેદના ભેગવી રહ્યો છે. અને બીજા માણસને એમાંનું કંઈ પણ દેખાતું નથી. એટલે “લગાર માથું દુખવા આવે” એટલી પણ પીડા હતી નથી. અહીં યાદ રાખવું કે અશાતા વેદનીયના ઉદયથી જીવને દુઃખ ભોગવવું પડે. અને શાતા વેદનીયના ઉદયથી સુખ ભેગવાય. આ પ્રમાણે જે બબ્બે વ્યક્તિમાં તફાવત (રૂપ કાર્ય) દેખાય છે, તેનું કોઈ પણ કારણ હોવું જ જોઈએ. કારણકે ન્યાય એમ સ્પષ્ટપણે જાહેર કરે છે કે કારણ વિના કાર્ય થઈ શકે જ નહિ. જેવું કારણ હોય તેવું જ કાર્ય હોઈ શકે. લીંબડાનું બી વાવ્યું હોય, તેમાંથી શેલડીને સાઠે થાયજ