________________
૧૮૬
[ શ્રી વિજયપધસૂરિકૃતછે, કર્મ બાંધતાં સાવચેતી રાખીને જેથી કર્મ બંધ ન થાય અથવા ઓછો થાય, તેવી પ્રવૃત્તિ કરે છે. જેનાગમ જ કર્મના સ્વરૂપને સંપૂર્ણ રીતે જણાવી શકે છે. કારણ કે તે આગમન કહેનારા પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય શ્રી તીર્થકર દે છે. તે તારક પ્રભુ દેવની વાણુને શ્રી ગણધર ભગવંતે અંગ સૂત્રમાં જણાવી દીધી. તેમાં દષ્ટિવાદના અંગ ભૂત કર્મ પ્રવાદમાં બહુ જ વિસ્તારથી જણાવી હતી, તેમાંથી ઉદ્ધાર કરીને શ્રી ચંદ્રમહત્તરાદિ મહા પુરૂએ પંચસંગ્રહ કર્મપ્રકૃતિ કર્મગ્રંથ વિગેરે ગ્રંથમાં સ્પષ્ટ રીતે જણાવી હતી. તે ગ્રંથો દ્વારા હાલ પણ કર્મ સ્વરૂપને જાણી શકાય છે. આવા ગ્રંથમાંથી સાર લઈને બાલ છના ઉ૫કારને માટે ટૂંકામાં કર્મ સ્વરૂપ જણાવીએ છીએ. તે આ પ્રમાણે
(૧) રાજ અને રંકમાં (૨) બુદ્ધિમાન અને જડ પુરૂષમાં (૩) રૂપવંતમાં અને કુરૂપ પુરૂષમાં (૪) ધનવાનમાં અને નિર્ધનમાં (૫) બલવંતમાં અને દુર્બલ પુરૂષમાં (૬) નરેગ (આરેગ્યવંત) પુરૂષમાં અને રોગથી રીબાતા પુરૂષમાં (૭) સુભગ બધાને હાલે લાગે એવા) રૂષમાં અને તેથી ઉલટા સ્વરૂપવાળા (જોનારને અળખામણું લાગે એવા) પુરૂષમાં મનુષ્યપણું તો એક સરખું જોઈએ છીએ, છતાં (૧) એક માણસ રાજા થઈને રાજ્યઋદ્ધિ વિગેરે રાજવૈભવ જોગવી રહ્યો છે, અને બીજે માણસ રાંક જે દેખાય છે, તેમજ (૨) એક માણસ તીવ્ર બુદ્ધિશાલી (શ્રી અભયકુમાર મંત્રીની જેવ) હોય છે અને બીજો માણસ નિબુદ્ધિ હોય છે. (૩)