________________
૧૮૪
[ શ્રી વિજયપધસૂરિકૃતતેઓની આગળ માગવા આવતો નથી, અને આશ્ચર્ય છે કે જેઓ પિતાનું પેટ ભરવાને પણ અસમર્થ હતા તેઓની પાસે વળી ઘણું વિશાળ લક્ષ્મી દેખાય છે, અહો! એ સર્વ (બધા) કર્મની જ લીલા છે. ૩૪
સ્પષ્યાર્થી–ગ્રન્થકાર કવિ આ લેકમાં કર્મની વિચિત્ર લીલા જણાવે છે. જુઓ કર્મની લીલા કેવી છે. જે રાજા મહારાજા વિગેરે પૈસાદારના દરબારમાં મદ ભર્યા હજારો હાથીઓ ઝુલતા હતા, અને તે હાથીઓના ઝરતા મદના પાણીથી મહેલ-હવેલીનાં આંગણુંમાં કાદવ કીચડ થતો હતો, હજાર સેવક ખમા ખમા કરતા, રત્નોનાં અને સોનાનાં આભૂષણે પણ ઢગલા ખડકાય એટલાં ખજાનામાં હતાં. આવી સ્થિતિવાળા છતાં પણ ખેદની વાત છે કે જયારે પાપ કર્મને ઉદય થાય છે ત્યારે એ બધી સાહિબી જેત જેતામાં ચાલી જતાં પેટ ભરવાના પણ સાંસા પડે છે, અને આવા જીવને એક ટંક પૂરતું પણ ખાવાનું મળતું નથી. ફાટયું કપડું પણ મળવાની મુશ્કેલી હોય છે, આવા પ્રસંગે હાલ નિધન થઈ ગએલા એવા તેઓની પાસે ભીખારી પણ માગવા જતો નથી. એવી ભિખારી હાલત વાળાને પણ જ્યારે કેઈ અકસ્મત રીતે પુણ્ય કર્મનો ઉદય પ્રગટ થાય છે ત્યારે અણધારી અથાગ લમી મળી આવે છે. ઓચિંતા રાજવૈભવ પ્રાપ્ત થઈ જાય છે. જી એ શ્રીપાલ મહારાજનો પિતા હયાત હતા તે વખતને સુંદર વૈભવ કે હતે. પિતાના મરણ બાદ બાળ અવસ્થામાં જંગલમાં રખડતી માતાની દુર્દશા, કેઢિીઆના ટેળામાં રેગી બનવું,