________________
૧૨૬
[ શ્રી વિજયપઘસરિકૃતગણાય છે. તે પોપકાર દાનાદિથી થઈ શકે છે. અને ગૃહસ્થ ધર્મમાં જ દાનાદિની સાધના થઈ શકે છે. માટે તમે ગૃહસ્થ ધર્મને સેવીને પછી સંયમ લેજે. જે તે પહેલાં લેશો તે લેકે એમ કહેશે કે એ કાયર હતા, માટે એણે દીક્ષા લીધી. જે કામ કરવાથી લેકમાં અપકીર્તિ ફેલાય તેવું કામ નજ કરી શકાય.
જંબૂ કુંવર–જે ગૃહસ્થ ધર્મમાં અનેક જાતના ભયંકર આરંભ સમારંભ રહ્યા હોય, તે ગૃહસ્થ ધર્મ ઉત્તમ કહી શકાય જ નહિ.
જેમાં લગાર પણ પાપક્રિયા હાય જ નહિ એ મુનિ ધર્મ જ ઉત્તમ કહેવાય. બંને ધર્મમાં મેરૂ અને સરસવ જેટલું અથવા સૂર્યના પ્રકાશ અને આગીયા જીવડાના પ્રકાશ જેટલું અંતર (તફાવત, ફરક) છે. ખરે ઉપકાર મુનિધર્મમાં જ થઈ શકે છે. દીક્ષા લેનાર ભવ્ય છ દુખે કરીને છેડી શકાય એવા સ્ત્રી, અગ્નિ, જલને ત્યાગ કરે છે તેમાં તેની અપકીર્તિ હોય જ નહિ. ખરા ધમી જ્ઞાની છે તેવા સંયમ લેનાર ભવ્ય જીની પરમ ઉલ્લાસથી અનુદના જ કરે છે. જે નિંદા કરે એ ખરે જ્ઞાની કહેવાય જ નહિ.
૩. પદ્યસેના–હે સ્વામિન! આપનું શરીર કેળના ગર્ભ (કેળના અંદરના ભાગ) જેવું સુકેમળ છે, તેથી મને ચિંતા થાય છે કે આપ સંમારાધનામાં થતા ભયંકર કષ્ટ કઈ રીતે સહન કરી શકશે? માટે હાલ આ વિચાર મુલતવી રાખ ઠીક છે.