________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
જબૂ સ્વામી અને તેમની આઠ સ્ત્રીએના
૧૨૫
સવાલ જવામ.
૧. સમુદ્રશ્રી—હૈ સ્વામી ! મહાભાગ્યે આ પુષ્કળ લક્ષ્મી તમને મળી છે. તેના લ્હાવા લીધા વિના ચારિત્રની ઇચ્છા કરવી એ શું ઠોક ગણાય?
જ ખૂ કુંવર—લક્ષ્મી એ વિજળીનાજેવી ચપળ છે અને ઘણા જીવાને મહા અનથ કરાવીને દુર્ગતિમાં લઈ જાય છે. ઘણા યુદ્ધના પ્રસ ંગે! પણ લક્ષ્મીના પાપેજ પ્રકટે છે. લક્ષ્મીનુ' ખીજું નામ દોલત' છે, જ્યારે આવે ત્યારે માલીક્રના વાંસામાં લાત મારે છે. તેથી લક્ષ્મીવાળા જીવ અભિમાનથી અક્કડ થઇને ચાલે છે. દેવ ગુરૂ ધર્મારાધન ચૂકી જાય છે, અને ભાગમાં આસક્તિ ધરે છે. જ્યારે પાપના ઉદયથી લક્ષ્મી ચાલી જાય છે, ત્યારે છાતીમાં લાત મારીને જાય છે. તેથી લક્ષ્મી વિનાના થયેલા માણસ નીચું જોઇને વાંકા થઇને ચાલે છે. આ પ્રમાણે લક્ષ્મી આવતાં લાત મારે છે અને જતાં પણ લાત મારે છે. એમ “ દો =એ, લત = લાત” એ લાત મારે છે માટે ઢાલત કહેવાય છે. આવી ચપળ વસ્તુમાં કર્યો। સમજુ માણસ માહ રાખે? ખરૂં સુખ ખરી શાંતિ, ખરા આનંદ સંયમની સાધનામાં જ રહેલા છે. આ મુદ્દાથી લક્ષ્મીને તજીને મે' સંયમ લેવાની ઇચ્છા કરી છે તે વ્યાજબી જ છે.
૨. પદ્મશ્રી—સાંખ્ય વિગેરે છએ દનના મત એ છે કે ગૃહસ્થ ધર્મ જ શ્રેષ્ઠ. કારણ કે પાપકારીનું જીવન ઉત્તમ