________________
૧૨૪
[[ શ્રી વિજયપધસૂરિકૃતપડે છે. હું એ મૂર્ખ નથી કે જેથી બારદાન જોઈને મોહ પામું. જેવી લાગણી સંસારી જી ભેગમાં રાખે છે તેવી લાગણી જે સંયમની આરાધનામાં રાખે તે અલ્પ કાલમાં જરૂર મોક્ષના સુખ મળે છે. આ જ ભાવનાથી ગજસુકુમાલ શાલિભદ્ર ધન્યકુમાર વિગેરે મહાપુરૂષોએ જેમ ચતુરાઈથી ચારિત્રની આરાધના કરી તે પ્રમાણે હું પણ સંયમ લેવાને ચાહું છું. અહીં આ પ્રસંગને વધારે દઢ કરવાને કુંવરે પ્રભવને મધુબિંદુનું દષ્ટાંત પણ સમજાવ્યું હતું.
પ્રભવ ચેર–હે મહાનુભાવ! તમારે પુત્ર થયા પછી દીક્ષા લેવી, એ મને ઠીક લાગે છે. કારણ કે લોકમાં એમ કહેવાય છે કે પિતાના મરણ પછી પુત્ર જે પિંડ આપે તેજ પિતાની સદ્ગતિ થાય. તમે તેમ નહિ કરે તે તમારી પણ સદ્ગતિ કઈ રીતે થશે?
જંબકુંવર–હે ભદ્ર! એ કંઈ નિયમ નથી કે જે પુત્રવાળે હાય, તેની જ સદ્ગતિ થાય. કારણ કે શ્રી મલ્લિનાથ નેમિનાથ ભગવંત તથા બીજા પણ અતિમુક્ત મુનિ વિગેરે અનંતા ભવ્ય છે પણ પુત્ર રહિત છતાં પણ મોક્ષના સુખ પામ્યા છે. તમારી માન્યતા પ્રમાણે તે જેમને વધારે બચ્ચાં હોય છે તેવા સૂકર, સર્પ, ગોધા વિગેરેની જ સ ગતિ થવી જોઈએ. પણ તેમ છે જ નહિ. અહીં કુંવરે મહેશ્વર નામના વણિકનું દષ્ટાંત જણાવીને સાબીત કરી આપ્યું કે સગતિના લાભમાં પુત્રને કારણે તરીકે મનાય જ નહિ.
૧. આ દૃષ્ટાંત ઉપદેશ પ્રાસાદ. ભા. ૨ માંથી જોઈ લેવું ૨. આ દૃષ્ટાંત પરિશિષ્ટ પર્વમાંથી જોઈ લેવું.