________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ]
૧૨૩ વિદ્યા સંસારને વધારનારી અને દુર્ગતિના ભયંકર દુઃખોને દેનારી છે તેથી ડાહ્યો માણસ તેને કેમ ચાલે? આ પ્રસંગે શ્રી કુંવરે પ્રભવ વિગેરેને સન્માર્ગમાં લાવવા માટે શાંતિ અને પ્રેમ ભરેલા વચને એવી સરસ નિર્મલ ધર્મ કથાઓ કહી સંભળાવી કે જેથી પ્રભવ ચેર બહુ જ આશ્ચર્ય પામ્યા. અને આ પ્રમાણે કુંવરની સાથે સંવાદ કરવા લાગ્યા.
પ્રભવ ચોર—હે મહાનુભાવ! દુનિયામાં કહેવાય છે કે જે વસ્તુ પુણ્યોદયથી મળે તેને ત્યાગ કરનાર માણસ મૂર્ખ ગણાય. તે પ્રમાણે આ સ્ત્રી વિગેરે ભેગના સાધને પણ ભાગ્યશાલી ને જ મલે. તમે પણ તેવા જ છે. તેથી તમે સ્ત્રી આદિને તથા ભેગ સુખને શા માટે ત્યાગ કરે છે ? તે કંઈ મને સમજાતું નથી.
જંબૂ કુંવર–હે ભદ્ર! તમે કિપાક ફળ જોયા હશે? પ્રભવોર—હાજી હું તે ફલનું સ્વરૂપ જાણું છું.
તે દેખાવમાં સુંદર હોય છે. અને ખાનારને જરૂર રીબાવી રીબાવીને મારે છે.
જંબુ કુંવર–હે ભાઈ! વિષયે તે ફલ કરતાં પણ વધારે દુઃખને આપે છે. કિપાક ફલ તો એક ભવમાં મરણનું દુઃખ આપે છે, પણ આ વિષયે તે અનંતા જન્મ મરણના દુઃખ આપે છે. તે ફલની માફક સ્ત્રી વિગેરે પદાર્થો ચામડી આદિના ઢાંકણુને લઈને મ્હારથી સુંદર લાગે છે, પણ અંદર તે વિષ્ટા વિગેરે પદાર્થો ભરેલા છે. તેના મેહથી જે પાપ કર્મો બંધાય છે તે દુર્ગતિમાં રીબાઈ રીબાઈને ભેગવવા