SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ [ શ્રી વિજયદ્રસૂરિકૃત કર વર્તમાન શાસનાધીશ્વર પ્રભુ શ્રી મહાવીર પરમાત્મા ગ્રામાનુગ્રામ વિહાર કરતા પધાર્યા. પ્રભુદેવની સાથે ચૌદ હજાર મુનિ વિગેરે પણ હતા. અહીં ઈંદ્રાદિક દેવોએ. સુંદર સમવસરણની રચના કરી હતી. ક્ષાયિક સમ્યકત્વના ધારક રાજા શ્રેણિકને પ્રભુદેવના આગમનની ખબર પડી. જેથી તે પણ પિતાના પરિવાર સાથે ધામધૂમ પૂર્વક પ્રભુદેવની પાસે આવીને વિધિપૂર્વક વંદના કરીને નિજ ગુણ રમણતાને વધારનારી નિર્મલ દેશના સાંભળવાને ઉચિત સ્થાને બેઠા. દેશના આપતાં પ્રસંગે પ્રભુદેવે જણાવ્યું કે હે ભવ્ય જીવો! સંસારના સુખે ક્ષણિક છે, પરાધીન છે, વિષયની વિવિધ ઈચ્છાઓ રૂપી મલથી ખરડાએલા છે. સંસારમાં તેવા સુખ અવસરે ભયને આપે છે. સંસારી છે જેમાં સુખ માની રહ્યા છે તેમાં વાસ્તવિક સુખ છે જ નહિ. સાચું સુખ નિર્મલ સંયમની આરાધનામાં જ રહેલું છે. નિર્મલ સારિવક આનંદ રૂપી ફૂલેની ખુશબે સંયમ રૂપી બગીચામાં ફરનારા મુનિવરેજ લઈ શકે છે. એ આનંદ નથી ઈદ્રને મળી શકો કે નથી ચક્રવતીને મળી શકતે. ખરા ત્યાગથી ભરેલું જીવન સ્વ૫ર કલ્યાણને સાધવામાં જરૂર મદદગાર થાય છે. આવા ઈરાદાથી તે જ ભવમાં મુક્તિના સુખો જરૂર મળવાના જ છે આવું જાણનારા અવધિજ્ઞાની શ્રી તીર્થકર દે જયારે પરમ ઉલ્લાસથી સિંહની જેવા શુરવીર બનીને સંયમની સાધના કરે છે, તે પછી બીજા ભવ્ય જીએ તે વિશેષ કરીને નિર્મલ સંયમની સાધના જરૂર કરવી જ જોઈએ. લીંબડાના ઝાડમાં જન્મેલા કીડાની જેવા સંસારી છે, કેવલ બીનસમજણને લઈને જ લીંબડાની જેવા
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy