________________
સ્પાથ સહિત વૈરાગ્યશતક]
૧૧૫ તે પણ જેમણે ચઢતી પ્રેમ ઘેલછાવાળી ભરયુવાનીમાં આવાં પાંચ વ્રત અંગીકાર કરી હિંસા અસત્ય ચોરી સ્ત્રી વિલાસ અને ધન વિગેરેની મમતા સર્વથા છેડી દીધી છે, તેવા મુનિ વિગેરે મહાત્માઓને તે હજાર વાર ધન્યવાદ આપીએ તેં પણ ઓછા છે, કારણ કે જે ભર જુવાની પ્રાયે ગદ્ધાપચ્ચીસી જેવી ને દીવાની ગણાય છે એવી અવસ્થામાં પાંચ ઈન્દ્રિ રૂપી પુરપાટ દેડતા દુષ્ટ ઘેડાઓને એકદમ અટકાવી તાબે કરી દેવા એ કંઈ ઓછી (નાની સૂની) વાત નથી. આ લેકનું રહસ્ય એ છે કે પાછલા ભવના શુભ સંસ્કારી ભવ્યજી, નિર્મલ સંયમની સાધનાથી જ જુવાનીની સફલતા માને છે, કારણ કે તે જુવાનીના કાલમાં આત્મ વીલ્લાસ વધારે હોય છે. તેથી નિર્મલ સાધના પૂરે પૂરી થઈ શકે છે. આવા સંયમધારી યુવાન ભવ્ય છે પણ બાલ્ય વયમાં સંયમને સાધતા ની જરૂર અનુમોદના કરે છે. અમુક વયે જ સંયમની સાધના થઈ શકે, એ કંઈ નિયમ છે જ નહિ. જે ટાઈમ વૈરાગ્ય થાય એજ ટાઈમે સંયમની આરાધના કરવામાં તત્પર થઈ જવું એમ શ્રી જિન શાસન ફરમાવે છે, એમાં મુદ્દો એ છે કે ક્ષણવારને ભસે નથી, અને હાલ જે શુભ ભાવના વર્તે છે, તે ખરાબ નિમિત્તના ગે પલટાઈ જાય, એવું પણ બને છે. માટે સંયમારાધનનું કાર્ય જલ્દી સાધી લેવું એમાં જ ડહાપણ ગણાય. આવી ભાવનાને ધારણ કરનાર શ્રી જંબુસ્વામીજી મહારાજનું દષ્ટાંત આ પ્રસંગે યાદ રાખવા જેવું છે. તે ટૂંકમાં આ પ્રમાણે જાણવું ઘણું મહા પુરૂષોના ચરણની રજથી પવિત્ર બનેલા વૈભારગિરિની ઉપર ચરમતીર્થ