________________
સ્વરૂપ, ભેદ, પ્રભાવ, વિવિધ પ્રષ્ટિએ બ્રહ્મચર્યની જરૂરીયાત વિગેરે બીના જણાવી છે. શ્રી ગુરૂમહારાજના પસાયથી બનાવેલા વૈરાગ્ય શતક વૃત્તિ વિગેરે ત્રણે ગ્રંથ જેનપુરી અમદાવાદ ગુસાપારેખની પિળના રહીશ દેવ ગુરૂ ધર્માનુરાગી દેશવિરતિ, વાસ સ્થાનક તપ વિગેરે ધર્મ ક્રિયાને પરમ ઉલ્લાસથી સાધનાર આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ દાનગુણી (શેઠ ચુનીલાલ ખુશાલભાઈ વાળા) શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયાની સંપૂર્ણ આર્થિક સહાયથી શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભાએ છપાવ્યા છે. તે આર્થિક સહાયકના હાથે ખપી જીવેને અપાશે. છેવટે ભવ્ય છ ત્રણ ગ્રંથના વાંચન પઠન, પાઠન, નિદિધ્યાસન કરીને નિર્મલ વૈરાગ્ય ગુણને પ્રકટાવે. પરમ ઉલ્લાસથી મોક્ષમાર્ગ, વીસ સ્થાનક તપ, બ્રહ્મચર્યાદિક સાધના કરી સિદ્ધિના શાશ્વત સુખને પામે. એમ હાર્દિક નિવેદન કરી પ્રસ્તાવના પૂરી કરું છું. કેઈને શબ્દાર્થાદિ ચારેની રચનામાં અનાગાદિથી થયેલી ગ્ય ભૂલચૂક જણાય તે ખુશીથી જણાવવી. જેથી અવસરે સુધારણા થઈ શકે.
નિવેદક:- અમદાવાદ ) સુગ્રહીતનામધેય પરમેપકરિ પરમગુરૂ વિ. સં. ૧૯૯૭ - આચાર્ય મહારાજશ્રી વિજયનેમ આસે સુદી પ ] સૂરીશ્વર ચરણકિંકર વિજયપદ્રસૂરિ