________________
ન્યાયાચાર્ય શ્રી યશોવિજય મહારાજે અધ્યાત્મસારમાં ૧ વૈરાગ્ય શાથી થાય? ૨ ભેગ સાધને કઈ રીતે કેવી ભાવનાથી છેડી શકાય? ૩ કેવા હદયમાં વૈરાગ્ય ટકે? 8 નિરાબાધ વૈરાગ્ય કયારે થાય? પ ક્યા ગુણસ્થાનકે વૈરાગ્યની શરૂઆત થાય? ૬ તે કઈ રીતે વધે? ૭ વૈરાગ્યના ઘાતક દોષ કયા? ૮ વૈરાગ્યના ભેદ પ્રભાવ ફલ વિગેરેનું સ્વરૂપ શું? વિગેરે બીના વિસ્તારમાં જણાવેલી છે. બીજા ગ્રંથમાં નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ, નામાદિ નિક્ષેપ વિગેરેથી પણ વૈરાગ્યની વિચારણું દર્શાવી છે.
આવા વૈરાગ્ય ગુણને પ્રકટાવવા માટે કવિ પદ્યાનંદે લગભગ ૧૦૦ કલેક પ્રમાણ આ ગ્રંથમાં જૂદી જૂદી રીતે ઉપદેશ આપ્યો છે. આ ગ્રંથને વાંચવાથી ચિત્ત નિર્મલ વૈરાગ્યવાળું જરૂર બને છે. ધર્મની સાધના કરવાની ચાહના થાય છે. આ ગ્રંથનું બીજું નામ પદ્માનંદ શતક કહેવાય છે. ગ્રંથકાર કવિ પવાનંદ તે નાગપુરમાં શ્રી નેમિનાથ પ્રભુનું ભવ્ય જિનાલય બંધાવનાર ધનદેવના પુત્ર હતા. તેમની કાવ્ય શક્તિ અપૂર્વ જણાય છે. આ ગ્રંથના શબ્દાર્થ વિગેરે સાધનાથી સંસ્કૃત ભાષાના અજાણ ભવ્ય જીવોને અભ્યાસાદિ કરવામાં વધારે અનુકૂલતા થશે, એમ વિચારીને અહીં મૂલ લેક, તેમાં અર્થ કરતી વખતે ક્રમસર કયું પદ લેવું તે સમજાવવા આંકડાની ગોઠવણ, શબ્દાર્થ, છંદબદ્ધ ટીકા, અક્ષરાર્થ, સ્પષ્ટાર્થ આ ક્રમ રાખે છે. બીજો ગ્રંથ શ્રી વિંશતિસ્થાનક પ્રદીપિકા નામને છે. તેમાં તપને મહિમા, વિંશતિસ્થાનક તપને વિધિ, કથા વિગેરે બીના જણાવી છે. ત્રીજા શીલ ધર્મ દીપિકા નામના ગ્રંથમાં બ્રહ્મચર્ય ગુણનું