________________
[ શ્રી વિજયપદ્રસૂરિકૃતહૃદયમાં પચ્યું નથી, તેમજ જ્યાં સુધી સમ્યગ જ્ઞાન રૂપ હલકું ઝામેલું જળ તે વિધિ પૂર્વક પીધું નથી, ત્યાં સુધી કામાતુરપણથી ઉપજેલ જવર તાવ, અથવા કામ એજ તાવ ખરેખરી શાન્તિને પામતે (જત) નથી (બરાબર ઉતરતે નથી) માટે હે હ્રદય (તું કામ રૂપ તાવને ઉતારવા એ જ ઉપાય કર) બીજા ઔષધની કંઈ પણ જરૂર નથી. ૧૬
સ્પષ્ટાર્થ –આ પ્લેકમાં કામ રૂપી તાવ ઉતારવાને જે ખરેખરો ઉપાય છે તે જણાવે છે. તેમાં શારીરિક બાહા તાવ ચઢવાનું કારણ એ છે કે ખાવાની લુપતાને લીધે ઘણું ખાય, ભારે ખેરાક કે હલકે ખેરાક મને પચશે કે નહિં તેને વિચાર ન કરે અને ખા ખા કરે ત્યારે અજીર્ણ થવાથી શરીરના રસમાં (વાત પિત્ત કફ વિગેરેમાં) વિકાર થાય અને તેવા રસ વિકારથી માણસને તાવ ચઢે છે. તેને ઉતારવાને ઉપાય એ છે કે ભારે ખેરાક ખાવો બંધ કરે, અને પાણી પણ ઝામેલુ (અડધું બળેલું, અથવા અજમા વિગેરેથી ઉકાળેલું) હલકું પાણી પીવું, અને સુદર્શન ચૂર્ણ આદિ ચૂર્ણ ફાકવું, જેથી પ્રથમને ખાધેલા ભારે ખેરાક હજમ થાય અને ખોરાક હજમ થતાં અજીર્ણ -અપચો નષ્ટ થાય, અને તેથી તાવ પણ ઉતરી જાય. એ જેમ બાહ્ય તાવને ઉપાય છે તેમ કામ રૂપી આન્તરિક વરને ઉતારવાને ઉપાય ગ્રન્થકાર કવિએ આ રીતે જણાવ્યું, છે કે અત્યંત આહારની લોલુપતા છોડીને અલ્પ અને હલકે આહાર લે, કારણ કે પુષ્ટિવાળા ભારે ખોરાકથી અને તે