________________
સ્પષ્ટા
સહિત વૈરાગ્યરાતક ]
૯૭
પશુ વધુ પડતા ખોરાકથી ઇન્દ્રિયા. પુષ્ટ થઈ વિકારી ને મોન્મત્ત બને છે, તેથી ઇન્દ્રિયના વિષયે સેવવાની ઇચ્છા રૂપ કામદેવ ( કામવાસના ) ઉત્પન્ન (જાગ્રત ) થાય છે, માટે વધુ પડતા અને ભારે ખોરાક ખાવાની લાલસા છેડવી. તે સાથે શાસ્ત્રનાં વચના સાંભળવા રૂપ ચૂર્ણ ફાકવું, કારણ કે કામદેવની ઉત્પત્તિ મનથી એટલે ભાગના સાધનાના વિચાર કરવાથી થાય છે અને તે મન જો શાસ્ત્રનાં વચનાથી અંકુશમાં આવે તેા ઈન્ડિયાના વિષયાનુ સેવન આપે આપ ઢીલુ પડે, તેમજ વિષયેાના સેવનથી દુર્ગતિની પ્રાપ્તિ થાય છે એમ જાણવામાં આવતાં વિષયા તરફથી મન આપે.આપ પાછુ હઠે ને એથી કામદેવનું જોર નાશ પામે છે. તે સાથે શાસ્ત્ર જ્ઞાન, આત્મજ્ઞાન, કર્મોના વિપાકનું જ્ઞાન વિગેરે તત્ત્વાનું સમ્યગ્ જ્ઞાન રૂપી હલકું પાણી પીવામાં આવતાં પણ વિષયેા રૂપ તાવ ઉતરે છે. અહિં ભારે પાણી પીવાથી શરીરમાં તાવ વિગેરે રોગ લાગુ પડે છે તેમ અજ્ઞાન એ ભારે પાણી છે અને તેથી જીવાને વિષયાની ઇચ્છા રૂપ તાવ વિગેરે ગેા લાગુ પડયા છે તેથી જો જ્ઞાન રૂપી હલકું પાણી પીએ તે વિષયવાસના રૂપ તાવ વિગેરે રાગેા આપેાઆપ નાબુદ થઇ જાય છે. એમ અહિં કઇ જ્ઞાની ગુરૂએ પાતાના હૃદયને ઉપદેશ આપતાં આહારની લેાલુપતા છેાડી, શાસ્ત્રાના શ્રવણુ રૂપ ચૂર્ણ ફાકી, જ્ઞાન રૂપી હલકું જળ પીવાથી (એ ત્રણ ઉપાયેાથી ) કામ રૂપી તાવને ઉતારવાની સૂચના કરી છે. આ Àાકનુ રહસ્ય એ છે કે હે ભવ્ય જીવે ! કામ જ્વર ઉતારવાના એ જ તાત્ત્વિક ઉપાયાનું સેવન કરો. મીજા ઉપાયાની ક'ઇ પણ જરૂર નથી. ૧૬