________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ] થઈ જાય છે, આ કેશની સફેદાઈમાં કવિએ પૂનમના ચંદ્રની ઉપમા આપી છે. જેમ પૂનમને ચન્દ્ર પૂનમના દિવસે બપોરે આકાશમાં ધોળા ખાખરાના પાન જે ફીકે દેખાય છે તેમ ઘડપણમાં કેશ પણ એવા ઘેાળા ફિકા પડી જાય છે. ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે હે ભગવંત! તમારા મુખને હું ચન્દ્રની ઉપમા સાથે શી રીતે ઘટાવું? કારણ કે “યત્ વાર મવતિ Higuછરાપમુજે ચન્દ્ર દિવસે ધોળા ખાખરાના પાન સરખો ફીક દેખાય છે તે ચન્દ્ર સાથે તમારા સુખની ઉપમા ન જ ઘટે. એ રીતે ઘડપણમાં કેશ પણ ધળા ને ફિક્કા પડી જાય છે.
આ ઠેકાણે વૈરાગી પુરૂષ એમ વિચારે છે કે શરીરમાં ઘડપણ આવવાથી દાંત ગયા. પરંતુ મારા મનની અભિલાપાઓ એટલે સંસારના વિવિધ સુખને ભેગવવાની ઈચ્છાઓ હજુ પણ નાશ પામી નથી, અર્થાત્ શરીરને ઘડપણ આવ્યું પરંતુ મન તો જુવાન ને જુવાન જ રહ્યું. તેમજ ઘડપણમાં શરીરની સુંવાળાશ-સફાઈ ગઈ, લષ્ટ પુષ્ટતા ગઈ ને કરચલીઓ પડી ફીકું પડી ગયું પણ મનની ઈચ્છાઓ ન ગઈ, તે તે તાજી ને તાજી જ રહી એટલે મનમાં કરચલીઓ ન પડી, અર્થાત્ મન તે જુવાન ને જુવાન જ રહ્યું. તેમજ ઘડપણ આવવાથી માથા વિગેરેના કેશની કાળાશ ગઈ, પરંતુ મારા મનને ઘડપણ ન આવ્યું ને મનની કાળાશ ન મટી. શરીર ગમે તેટલું જર્જરિત ને
ખરૂં કુટી હાંડલી સરખું થયું પરંતુ મન તે તાજું ને તાજું લેખંડના ઘડા સરખું નક્કર અને કાળું જ રહ્યું.