________________
૮૬
| [ શ્રી વિજયપધસૂરિકૃતજાવે છે, અને માણસને દિવાને પણ બનાવી દે છે. અને ન્યાયથી પેદા કરેલું ધન ઘણા લાંબા કાળ સુધી ટકે છે, અકસ્માત ગયું હોય તે પણ પાછું આવે છે. જુઓ સાચા શેઠની સોનાની પાંચ શેરી સમુદ્રમાં ફેંકી દેવા છતાં શેઠની પાસે આવી. તેમજ ન્યાયથી પેદા કરેલું ધન પરંપરાએ વધતું જાય છે. પેઢીઓની પેઢીઓ સુધી પહોંચે છે, એનાથી જ ધર્મમાં પણ છવ આગળ ને આગળ વધતું જાય છે. અહિં કઈ વૈરાગી વૃદ્ધ પુરૂષ એમ વિચારે છે કે જેમ અન્યાયથી પેદા કરેલું ધન કયાંય પણ નાશ પામી જાય છે તેમ મારા દાંત પણ કયાંય નાશ પામી ગયા એટલે ઘડપણ આવ્યું તેથી દાંત પડી ગયા.
તથા તમાલ નામના વૃક્ષનાં પાંદડાં ચોમાસા શીયાળામાં લીલાં છમ સરખાં સંવાળાં ને સાફ હોય છે. પરંતુ જ્યારે ઉન્ડાળે આવે છે ત્યારે સખ્ત તાપના જોરથી સૂકાઈ જઈને ખડબચડાં ને કરચલીઓવાળાં થઈ જાય છે. એ પ્રમાણે આ શરીરને પણ ઘડપણું આવવાથી ઘણી કરચલીઓ પડી જાય છે, ને નસનાં જાળાં બહાર ચખાં દેખાઈ આવે છે. હાડકાંના ઢેકા હઈયા સ્પષ્ટ દેખાય છે. ભર જુવાનીમાં તે ચઢતા લેહીવાળું શરીર એવું લષ્ટ પુષ્ટ હોય છે કે તે વખતે નથી નસ દેખાતી કે નથી હાડકાંના ઢેકા દેખાતા કે નથી તે શરીરમાં કરચલીઓ પડતી.
તથા જુવાનીમાં માથા વિગેરેના કેશ કાળા ભ્રમર જેવા હોય છે પરંતુ જ્યારે ઘડપણ આવે છે ત્યારે કેશ ધોળા