SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અદત્તાદાન ૫૩ શકાતું નથી, મેટા ભયને ઉપજાવનાર છે, બીહામણે છે, પરિમાણુરહિત છે, જે મહેચ્છા અને મેલી બુદ્ધિરૂપ વાયુવેગથી ઉછળે છે, આશા-પિપાસારૂપ જે સમુદ્રનું તળીયું છે, જેમાં કામ, રાગ, દ્વેષ, બંધન, અનેક પ્રકારની ચિત્તની ચિંતા ઈત્યાદિરૂપ પાણીનાં રજકણ ઉડે છે, તે રજકણથી જ્યાં અંધકાર છવાયો છે, જ્યાં મેહનાં આવર્તન અને કામગ મંડલકારે ભ્રમે છે, ઉંડા ઉતરે છે, ઉંચે ઉછળે છે; વળી જે સમુદ્રમાં ઉંચે આવી નીચે પડતા અને આમ તેમ દોડતા પાઠીન (મચ્છ) જેવા પાણીના જીવની પેઠે ગર્ભવાસમાં ઉચે-નીચે પાણીને પડવાપણું રહેલું છે, જ્યાં કષ્ટપીડિત મનુષ્યના રૂદનરૂપ પ્રચંડ વાયુવડે મેલા સંકલ્પ રૂપી તરંગે ચાલી રહ્યા છે, જ્યાં વ્યાકુળ તરંગથી પછડાઈને વહેંચાઈ જતું અને અનિષ્ટ મહાન માંથી વ્યાસ જળ પથરાઈ રહેલું છે, પ્રમાદરૂપી રૌદ્ર અને શુદ્ર હિંસક પ્રાણીઓથી ઉપદ્રવ પામીને ઉઠતા એવા મસ્યરૂપી મનુષ્યોના સમૂહો જેમાં આવી રહેલા છે, જેમાંના મસ્યરૂપી મનુષ્ય અતિ રૌદ્ર છે, વિનાશ સ્વભાવી છે, ઘણા અનર્થઅપયશથી ચુક્ત છે, જેમાં અજ્ઞાનમાં ભ્રમતાં અને દક્ષ મા રહેલાં છે, અનુપશાંત ઇંદ્રિવાળા મોટા મગરની ત્વરિત ચણાએ કરીને જે સમુદ્ર ક્ષેભ પામી રહેલ છે, જેમાં સંતાપરૂપ વડવામિ (સમુદ્રને અગ્નિ) નિત્ય અતિ ચપલ–ચંચળ રીતે સળગી રહ્યો છે, અત્રાણ અને અશરણે મનુષ્ય કે જેમને પૂર્વ કર્મના સંચયથી પાપ ઉદય આવ્યાં છે તેઓના સેંકડે દુઃખના વિપાકરૂપી વમળ જે સમુદ્રના જળમાં
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy