________________
અદત્તાદાન
ચોર્યકર્મ કરનારાઓ.
હવે ત્રીજા દ્વારમાં ચોરીનું કર્મ કેણ કરે છે તે દર્શાવે છે -ચાર, તસ્કર, પરદ્રવ્યહારક, ચોરીના ધંધાદારીઓ, ચોરી કરવાની તક સાધનારા, ચોરી કરવામાં હિંમતબાજ, તુચ્છ આત્મા, અતિ અસંતોષવાળા, લોભગ્રસ્ત, વચનના આડંબરથી બીજાને ઠગનાર, માયા-પ્રપંચકારક, પરધનને વિષે આસક્ત, સામે થઈને મારનાર, કરજ લઈને ન ચૂકવનાર, બો૯યું નહિ પાળનારા, રાજાએ (ચોરીના કામને કારણે) દેશનિકાલ કરેલા, જ્ઞાતિ બહાર કરેલા, જંગલને બાળનાર, ગ્રામઘાતક, નગરના ઘાતક, પંથના ઘાતક,છાની રીતે ગામ બાળનાર,તીર્થ જતા જાત્રાળુએને મારનારા, હાથચાલાકી કરનારા, બીજાને છેતરીને ચોરી કરનારા, જુગારી, માંડવીના રખવાળ, સ્ત્રી ચોર, પુરૂષ ચોર, ખાતર પાડનારા, ગંઠોડા, સામા માણસને મારીને ધન હરનારા, ઠગારા, હઠ કરીને ધન લેનારા, સામા માણસને બહુ માર મારીને લૂંટનારા, છૂપા ચેર, ગાયે ચારનારા, ઘોડા ચોરનારા, દાસી ચોરનારા, એકલા ચોરી કરનારા, ચોરને સંતાડનારા, ચેરને ભેજનાદિ આપેપહોંચાડે તેઓ, ચોરની પાછળ છાના રહેનારાએ, સાથને ઘાત કરનારા, વિશ્વાસનાં વચન બેલી ધન લેનારા, બીજાને મોહ પમાડવા વિશ્વાસનાં વચન બેલનારા, રાજનિગ્રહથી લૂંટનારા (બહારવટીયા), એ રીતે ચોરી અને પરધનનું હરણ કરવાની બુદ્ધિના ભેદે કરીને અદત્તાદાન, લેનારાઓ અનેક પ્રકારના છે.