________________
અપરિગ્રહ
૧૩૫
દુષ્ટ પરિણામપૂર્વક ગ્લાન રોગીની સેવા સુશ્રષા ન કર, ૭ તપસ્વીને બળાત્કારે ધર્મભ્રષ્ટ કરે, ૮ સભ્યફદર્શન પ્રત્યે બીજાઓના વિપરીત પરિણામ નીપજાવી અપકાર કરે, ૯ જિનનિંદા કરે, ૧૦ આચાર્ય -ઉપાધ્યાયની નિંદા કરે, ૧૧ આચાર્યાદિના જ્ઞાનદાનના કાર્યની નિંદા કરે, ૧૨ રાજા વગેરેને પ્રયાણુદિ વિષે પુનઃ પુનઃ કહે, ૧૩ વશીકરણાદિ કરે, ૧૪ પ્રત્યાખ્યાન કરેલા ભોગની ઇચ્છા કરે, ૧૫ વારંવાર પિતાને બહુશ્રુત તરીકે ઓળખાવે, ૧૬ તપ કર્યા વિના તપસ્વી તરીકે ઓળખાવે, ૧૭ ઘણા મનુષ્યોને અગ્નિ તથા ધૂમાડા વગેરેથી હણે, ૧૮ પિતે કરેલા અપકૃત્યને આરોપ બીજા ઉપર ચડાવે, ૧૯ વિચિત્ર માયા કપટ કરી બીજાને ઠગે, ૨૦ અશુભ પરિણામે કરી સત્યને પણ સભા વચ્ચે અસત્ય તરીકે જણાવે, ૨૧ પુનઃ પુનઃ કલહ કરે, ૨૨ વિશ્વાસ ઉપજાવીને પરધનનું અપહરણ કરે, ૨૩ એજ રીતે પર દારાને લોભાવે, ૨૪ કંવા નહિ હોવા છતાં કુંવારા તરીકે પિતાને ઓળખાવે, ૨૫ અબ્રહાચારી હોવા છતાં બ્રહ્મચારી તરીકે ઓળખાવે, ૨૬ ઐશ્વર્ય પમાડનારનાજ દ્રવ્યનું હરણ કરવાની ઈચ્છા કરે, ૨૭ જેના પ્રભાવે ખ્યાતિ મળે તેનેજ કાંઈ અંતરાય પહોંચાડે, ૨૮ રાજા સેનાપતિ આદિ બહુ જનના નાયકની હિંસા કરે, ૨૯ દેવતાના અવર્ણવાદ બોલે, ૩૦ દેવતાના દર્શન વિના પિતાની પૂજા વધારવાના નિમિતે દેવતા મને દર્શન દેવા આવે છે એમ કહે. ]
(૩૧) એકત્રીશ પ્રકારના સિદ્ધના ગુણ. [[ પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, ત્રણ વેદ, એ ૨૮ થી રહિત; ૨૯ અકામ, ૩૦ અસંગ, ૩૧ આવતાર રહિત; અથવા જ્ઞાનાવરણીયની પાંચ, દર્શનાવરણીયની નવ, વેદનીયની બે, મોહનીયની છે, આયુષ્યની ચાર, નામ કર્મની બે,