________________
સત્ય વચન
૧૦૩
પૈશાચિની, અપભ્રંશ, એ ૬ ભાષાનું ગદ્ય અને પદ્ય). વચન સેળ પ્રકારનાં છે. (૩ વચન, ૩ લિંગ, ૩ કાળ, પ્રત્યક્ષ અને પરોક્ષ, ઉપનીત, અપનત, ઉપનીત-અપનત, અપનીત-ઉપનીત અને અધ્યાત્મ). એ પ્રકારે તીર્થંકર ભગવાને અનુજ્ઞાત કરેલું, બુદ્ધિથી પર્યાલોચિત કરેલું વચન સંયમવંત મનુષ્ય યથા અવસરે બલવું.
આ પ્રકારનાં અસત્ય વચન, ચા-ચુગલી, કઠોર વચન, અનિષ્ટ વચન અને ચપળ-અધેર્યયુક્ત વચનના નિવારણાર્થે ભગવાને પ્રવચન (સિદ્ધાન્તમાં) કહેલું છે. આ પ્રવચન આત્માને હિતકારક છે, પરભવમાં શુભ ફળદાયક છે, ભવિષ્ય કાળે કલ્યાણકારક છે, શુદ્ધ છે, ન્યાય છે, કુટિલતાથી રહિત છે, સર્વોત્તમ છે, સર્વ દુઃખ-પાપને ઉપશમાવનારું છે. પાંચ ભાવનાઓ,
આ બીજા વ્રતની પાંચ ભાવનાઓ છે. જૂઠાં વચનથી વિરમવાને અર્થે, સત્ય વચનના રક્ષણને અર્થે, પહેલી ભાવના આ પ્રમાણે છે –(સદ્દગુરૂ સમીપે) સંવરને અર્થ તથા પરમાર્થ (મક્ષ લક્ષણયુક્ત) સાંભળીને, સમ્યક્ પ્રકારે જાણીને, ઉતાવળું, ત્વરિત, ચપળ, અનિષ્ટ, કઠોર, સાહસિક, પરને પીડાકારક અને સાવદ્ય (પાપયુક્ત) વચન બોલવુ નહિ; સત્ય, હિતયુક્ત, પરિમિત, ગ્રાહક (પ્રતીતિયુકત), શુદ્ધ, સુસંગત, સ્પષ્ટ, સમિહિત (બુદ્ધિએ કરીને પર્યાચિત) વચન સંયમવંત મનુષ્ય અવસરને અનુકૂળ પ્રકારે