________________
૮૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (રર) (મુક્તિને વિષે) સ્થિતિ, (૨૩) (પુણ્યની) પુષ્ટિ, (૨૪) આનંદ, (૨૫) ભદ્ર-કલ્યાણ, (૨૬) વિશુદ્ધિ, (૨૭) લબ્ધિ, (૨૮) વિશિષ્ટ (નિર્મળ:) દષ્ટિ, (૨૯) કલ્યાણ, (૩૦) માંગલ્ય, (૩૧) પ્રદ-હર્ષ, (૩૨) વિભૂતિ, (૩૩) રક્ષા, (૩૪) મોક્ષવાસ, (૩૫) અનાસવઃ કર્મબંધ રૂંધવાનું કારણ, (૩૬) કૈવલ્યસ્થાનની પ્રાપ્તિ, (૩૭) શિવ-નિરુપદ્રવ, (૩૮) દ્રવ્ય સમ્યકત્વ, (૩૯) શીલ, (૪૦) સંયમઃ હિંસાથી નિવતન, (૪૧) શીલનું સ્થાનક, (૪૨) સંવર, (૪૩) ગુપ્તિ, (૪૪) (નિશ્ચયધર્મ રૂ૫) વ્યવસાય, (૫) ઉન્નત ભાવ, (૪૬) ભાવયા, (૪૭) ઉત્તમ ગુણને આશ્રય, (૪૮) અભયદાન, (૪૯) અપ્રમાદ, (૫૦) આશ્વાસન, (૫૧) વિશ્વાસ, (૫૨) અભય, (૫૩) સવજીને અનાઘાત-અમારકતા, (૫૪) ચકખાઈ (મનની), (૫૫) પવિત્રતા (ચિત્તની), (૫૬) અતિશય શુચિતા, (૫૭) ભાવપૂજા, (૫૮) વિમળતા, (૫૯) પ્રભા, (૬૦) અત્યંત નિર્મળતાઃ એ પ્રકા “નજ આત્માના ગુણે કરી નિમિત અહિંસા ભગવતીના પર્યાય નામે છે. ' એ ભગવતી અહિંસા ભયભીત ને શરણના સ્થાન રૂપ છે, પક્ષીઓને આકાશના આધાર રૂ૫ છે, તરસ્યાને પીવાના પાણી રૂપ છે, ભૂખ્યાને ભોજન રૂપ છે, સમુદ્રની મધ્યમાં વહાણ રૂપ છે, (ગાય-ભેંસાદિ) ચૌપદ છને આશ્રયના સ્થાન રૂપ છે, રોગથી પીડાતા પ્રાણીએને ઔષધના બળ રૂપ છે, અટવા-વગડામાં (ભૂલા પડેલાને) સાથી ૫ છે. એવી વિશિષ્ટતા એ અહિંસા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બીજ, હરિતકાય,