________________
અહિંસા
૮૦૭
વ્રત છે, સત્ય વચન તથા માયાત્યાગે કરી પ્રધાન વ્રત છે, નરક-તીર્થંચ-મનુષ્ય-દેવ ગતિનું નિવારણ કરનારાં છે, સર્વ તીર્થકરોએ પ્રતિપાદેલાં છે, કમરજને વિદારનારાં છે, સેંકડે ભવના ફેરાને વિનાશ કરનારાં છે, સેંકડે સુખને પ્રવર્તાવનારાં છે, કાયર પુરૂષોને પાળતાં દેહ્યલાં લાગે તેવાં છે, શરા-ધીર પુરૂષોએ સેવેલાં છે, નિર્વાણગમનના માર્ગ અને સ્વર્ગના માર્ગ પ્રત્યે પ્રયાણ કરાવનારાં છે, એવાં સંવરનાં દ્વાર ભગવાને પાંચ કહેલાં છે.. અહિંસા.
તેમાં પહેલું અહિંસા દ્વાર છે. અહિંસા દેવ-મનુષ્યઅસુર લોકને (સંસારસાગરમાં) દ્વીપ રૂપ, ત્રાણુ (આપત્તિમાં) શરણરૂપ, સંપદા આપનારી તથા (શ્રેયાર્થીએ) આદરવાયોગ્ય છે. અહિંસાનાં નામ.
(હવે અહિંસાનાં ગુણનિષ્પન્ન નામ કહે છે). (૧) નિર્વાણનું કારણ, (૨) ચિત્તની સ્વસ્થતા, (૩) સમાધિ, (૪) શાનિ, (૫) કીતિ આપનાર, (૬) કાન્તિ (શરીરની)નું કારણ, (૭) (મનને) રતિ ઉપજાવનાર, (૮) (હિંસાથી) નિવૃત્તિનું કારણ, (૯) શુભ અંગ (શ્રુતજ્ઞાન)નું કારણ, (૧૦) તૃતિનું કારણ, (૧૧) દયા, (૧૨) વિમુક્તિ, (૧૩) ક્ષાન્તિ-ક્ષમા, (૧૪) સમ્યક્ત્વની આરાધના, (૧૫) (સર્વ ધર્માનુષ્ઠાનમાં મહતી, (૧૬) બેધિ (સર્વજ્ઞ ધમની પ્રાપ્તિ), (૧૭) બુદ્ધિ, (૧૮) ધૃતિ–પૈય, ૧૯ો સમૃદ્ધિ, (૨૦) ઋદ્ધિ, (૨૧) વૃદ્ધિ,