________________
પન્ના સંગ્રહ
અર્થ :- દુર્લભ મનુષ્યપણું અને જિનેશ્વર ભગવાનનું વચન પામીને પુરુષોએ શાશ્વત સુખના એક રસીક એવા અને જ્ઞાનને વશવર્તી થવું જોઈએ. ૩ जं अज सुहं भविणा, संभरणीयं तयं भवे कल्लं । मग्गंति निरुवसग्गं, अफ्वग्गसुहं बुहा तेण ॥४॥
અર્થ :- જે સુખ આજ થવાનું છે તે કાલ સંભારવા રોગ્ય થવાનું છે, તે માટે પંડિત પુરુષ ઉપસર્ગ રહિત મોક્ષનું સુખ વાંછે છે. नरविबुहेसरसुक्खं, दुक्खं परमत्थए तयं बिति । परिणामदारुणमसा-सयं च जं ता अलं तेणं ॥५॥
અર્થ - પંડિત પુરૂષે માણસનું અને દેવતાઓનું જે સુખ છે તેને પરમાર્થ થકી દુઃખ જ કહે છે, કેમકે તે પરિણામે દારૂણ અને અશાશ્વત છે. તેથી તે સુખ વડે સર્યું. પ जं सासय-सुह साहण,-माणा-आराहणं जिणिदाणं । ता तीए जइयवं, जिणवयणविसुद्धबुद्धीहि ॥६॥
- અર્થ - જિન વચનમાં નિર્મલ બુદ્ધિવાળા માણસોએ શાશ્વતા સુખનું સાધન જે જિનેન્દ્રોની આજ્ઞાનું આરાધન છે તે આજ્ઞા પાલવાને વિષે ઉદ્યમ કરવો. ૬