________________
પયન્ના સંગ્રહ
અર્થ :- મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થયેલા મારા વડે અજ્ઞાનથી અરિહંતાદિકમાં જે અવર્ણવાદ, વિશેષે કર્યો હોય તે પાપને હમણુ હું ગણું છું.-બિંદુ છું. ૫૧ सुअधम्म-संघ-साहुसु, पावं पडिणीअयाइ जं रइअं। अनेसु अ पावेसु, इण्हि गरिहामि तं पावं ॥५२॥
અર્થ - શ્રત ધર્મ, સંઘ, અને સાધુઓમાં શત્રુપણાએ જે પાપ મેં આચર્યું હોય તે, અને બીજા પાપસ્થાનકોમાં જે પાપ લાગ્યું હોય તે પાપ હમણાં હું ગણું છું. પર अन्नसु अ जीवेसु, मित्ती-करुणाइ-गोअरेसु कयं । परिआवणाइ दुक्खं, इण्हि गरिहामि तं पावं ॥५३॥
અર્થ :- બીજા પણ મૈત્રી કરૂણાદિક વિષયરૂપ માં પરિતાપનાદિક દુઃખ ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદુ છું. પ૩ जंमण-वय-काएहिं, कय-कारिअ-अणुमईहिं आयरिशं। धम्मविरुद्धमसुद्धं, सव्वं गरिहामि तं पावं ॥५४॥
અર્થ - મન, વચન, અને કાયાએ કરી કરવા, કરાવવા, અને અનુમેદવા વડે આચરેલું જે ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ
એવું સર્વ પાપ તેને હું બિંદુ છું. ૫૪ अह सो दुक्कडगरिहा, दलिउकडदुक्कडो पुडं भणइ । सुकडाणुराय-समुइन्न,-पुन-पुलयंकुर-करालो ॥५५॥