________________
૧૨૦
આઉર પચ્ચકખાણ પયગ્નો रागेण व दोसण व, जं मे अकयन्नुआ पमाएणं । जो म किंचिवि भणिओ,तमहं तिविहेण खामेमि॥३४॥
અર્થ - હે ભગવન્! રાગે કરી, દ્ધ કરી, અકૃતજ્ઞપણાએ કરી અને પ્રમાદે કરી (બીજાને) મેં જે કંઈ અહિત કહ્યું હેય તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. ૩૪ तिविहं भणंति मरणं, बालाणं बालपंडियाणं च । तइयं पंडियमरणं, जं केवलिणा अणुमरंति ॥३५॥
અર્થ :- મરણ ત્રણ પ્રકારનું કહે છે–૧ બાળકનું (બાલ મરણ) ૨ બાળ પંડિતનું (બાલ પંડિત મરણ) ૩ પંડિત મરણ જેણે કરી કેવળીઓ મરણ પામે છે. ૩૫ जे पुण अट्ठ-मईया, पयलियसन्ना य वकभावा य । असमाहिणा मरंति, न हु ते आराहगा भणिआ॥३६॥
અર્થ :- વળી જેઓ આઠ મદવાળા, નાશ પામેલી બુદ્ધિવાળા અને વક્રપણાને (માયાને) ધારણ કરનારા અસમાધિએ મરે છે તેઓ નિચે આરાધક કહેતા નથી. ૩૬ मरणे विराहिए, देवदुग्गई दुलहा य किर बाह्म । संसारा य अणतो, हवइ पुणो आगमिस्साणं ॥३७॥
અર્થ - મરણ વિરાધે છતે (અસમાધિ મરણ વડે) દેવતામાં દુર્ગતિ થાય છે, સમ્યકત્વ પામવું દુર્લભ થાય છે અને વળી આવતા કાળમાં અનંત સંસાર થાય છે. ૩૭