________________
ભત્ત થયો સુખની તૃષ્ણા રહિત, અને ધર્મને વિશે ઉદ્યમ કરતાં જેને સંવેગ થએલે છે એવો (ભક્ત પરિજ્ઞા મરણને એગ્ય છે.) ૧૩ निच्छियमरणावत्था, वाहिग्धत्था जई गिहत्थो वा। भविओ भत्तपरिन्नाइ, नायसंसारनिग्गुन्नो ॥१४॥
અર્થ - મરણની અવસ્થા નિચે કરી છે જેણે, વ્યાધિગ્રસ્ત અને જાણ્યું છે સંસારનું નિરૂપણું જેણે એ ભવ્ય યતિ અથવા ગૃહસ્થ ભક્તપસ્સિા મરણને એગ્ય જાણવો. ૧૪ વાદિ-ન-મ-મરે, નિરંતરુત્તિ-ની-નિવર ! परिणाम-दारुण-दुहा, अहो दुरंतो भवसमुद्दो ॥१५॥
અર્થ - વ્યાધિ જરા અને મરણ રૂપી મગરવાળે, નિરંતર જન્મ રૂપી પાણીના સમૂહવાળો, પરિણામે દારૂણ દુઃખને આપનાર સંસારરૂપી સમુદ્ર ઘણે દુરંત છે, એ ખેદની વાત છે. ૧૫ पच्छायावपरद्धो, पियधम्मा दोसदूसणसयण्हो । अरिहइ पासत्थाईवि,दासदासिल्लकलिओऽवि ॥१६॥
અર્થ - પશ્ચાતાપથી પીડાએલે, ધર્મ પ્રિય છે જેને, દેષને નિંદવાને તૃષ્ણાવાલે, તથા દોષ અને દુઃશીલપણા વડે પણ સહિત એવા પાસસ્થાદિક પણ અણસણને એગ્ય છે. ૧૬