________________
૨૦
કર્મગ્રંથ-૨ વિવેચન છેલ્લીચાર નારકીના જીવો જાતિસ્મરણજ્ઞાનથી તથા વેદનાના અનુભવથી સમકિતની પ્રાપ્તિ કરી શકે છે.
સમ્યકત્વની પ્રાપ્તિમાં પારમાર્થિક કારણ તથાભવ્યત્વરૂપ અનાદિ-પારિણામિક ભાવ છે. શ્રી જિનદર્શન - શ્રી જિનપૂજા – ઉપદેશ શ્રવણ ઈત્યાદિ સહકારી કારણો છે.
જ્ઞાન દર્શન અને ચારિત્રમય આત્માનો જે શુદ્ધ પરિણામ ઉપયોગરૂપે હોય તે નૈશ્ચયિક સમકિત કહેવાય અને શુદ્ધ હેતુથી એટલે કે શુદ્ધ પરિણામથી ઉત્પન્ન થયેલું જે સમકિત તે વ્યવહાર સમકિત કહેવાય છે. સમક્તિના પ્રકારોનું વર્ણન : (૧) ૧ પ્રકારે સમકિત હોય - તત્ત્વરૂચીરૂપે (૨) ૨ પ્રકારે સમકિત હોય (૧) દ્રવ્યસમક્તિ (૨) ભાવસમકિત દ્રવ્યસમકિત : પરમાર્થને નહિ જાણનારને શ્રી જિનેશ્વરે કહેલા વચન તેજ તત્ત્વ છે તે જ સત્ય છે એવી દઢ શ્રદ્ધાની તત્ત્વરૂચિ તે દ્રવ્ય સમકિત કહેવાય છે.
ભાવસમકિત : જીવાદિ સર્વ તત્ત્વોને સર્વનય-ગમ-ભાંગા-નિક્ષેપ-પ્રમુખ સ્યાદવાદ શૈલીથી રહસ્યને જાણવાપૂર્વક સહે તે ભાવ સમકિત કહેવાય. આ સમકિત ગીતાર્થને હોય અથવા ગીતાર્થની નિશ્રામાં હોય. બીજી રીતે બે પ્રકાર (૧) વ્યવહાર સમકિત (૨) નિશ્ચય સમકિત (૧) વ્યવહાર સમકિત : શુદ્ધ પરિણામના હેતુથી ઉત્પન્ન થયેલું અથવા ૪થા ગુણસ્થાનકે સમકિતના ૬૭ બોલમાંથી કોઈ પણ પ્રકારના બોલનો વ્યવહાર તેમાંથી યોગ્યતા અનુસાર આચરણ કરવું તે વ્યવહાર સમકિત કહેવાય.
(૨) નિશ્ચય સમકિત : જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ-શ્રદ્ધા ભાષણ અને રમણતાપૂર્વક આત્મા જે શુદ્ધ પરિણામના ઉપયોગવાળો હોય તેજ નિશ્ચય સમકિત કહેવાય. આ સમકિત ૭માં ગુણસ્થાનકે જ હોય. ત્રીજી રીતે બે પ્રકાર : (૧) નિસર્ગરૂચિ (૨) ઉપદેશરુચિ (૧) નિસર્ગરૂચિ: કોઈના ઉપદેશ વિના સહજસ્વભાવે બાહ્ય કોઈ નિમિત્ત પામીને સમકિતની પ્રાપ્તિ થાય તે નિસર્ગરૂચિ સમકિત કહેવાય.
(૨) ઉપેદશરૂચિ : કોઈ ગુરૂ આદિના ઉપદેશથી શ્રદ્ધા-તત્વરૂચિ જન્મે તે ઉપદેશરુચિ સમકિત કહેવાય છે. ચોથી રીતે બે પ્રકાર : (૧) પૌલિક સમકિત (૨) અપૌગલિક સમકિત