________________
કર્મગ્રંથ-૨ વિવેચના
૨૧ (૧) પૌગલિકસમકિત : જીવ જ્યારે ક્ષયોપશમ સમકિતની પ્રાપ્તિ કરે છે ત્યારે તે પૌલિક સમકિત કહેવાય છે.
(૨) અપૌગલિકસમકિત : જીવ જ્યારે ઉપશમસમકિત અથવા ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ કરે છે તે અપૌદ્ગલિક સમકિતની પ્રાપ્તિ કહેવાય છે.
ગુણથી સમકિતના ત્રણ પ્રકાર : (૧) દિપક સમકિત (૨) રોચક સમકિત (૩) કારક સંમતિ
(૧) દિપક સમકિત : પોતાને સમકિતનો ગુણ ન હોય પણ બીજાને ઉપદેશથી સમકિતની પ્રાપ્તિ કરાવે તે દિપક સમકિત કહેવાય છે.
(૨) રોચકસમકિત : દ્રઢ પ્રતિતિ એટલે કે શ્રી જિનેશ્વર ભગવંતના તત્ત્વો પ્રત્યે મજબૂત શ્રદ્ધાવાળો કે આચારો ઉપરની રૂચિવાળો તે રોચક સમકિત કહેવાય છે.
કારકસમકિત : જે સંયમ અને તપને ઉત્પન્ન કરે અથવા શ્રી જિનેશ્વરે કહેલા આચારને શકિત મુજબ અંગીકાર કરે તે કારક સમકિત કહેવાય છે. સમકિતના ૪ પ્રકાર : (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ (૩) વેદક (૪) ક્ષાયિક (૧) વેદક સમકિત : ક્ષાયિક સમકિત પામનારા જીવો ક્ષયોપશમ સમકિતનો છેલ્લો સમય એટલે કે ક્ષાયિક સમકિત પામવા પૂર્વનો પહેલો સમય સમ્યકત્વ મોહનીય કર્મના દલિકોને વેદી રહેલો છે માટે વેદક સમકિત કહેવાય છે.
સમકિતના પાચં પ્રકાર : (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ (૩) વેદક (૪) ક્ષાયિક (૫) સાસ્વાદન સમકિતના ૧૦ પ્રકાર : ૧૦ પ્રકારની રૂચિવાળા જીવોને આશ્રયીને ૧૦ ભેદ થાય છે.
(૧) નૈસર્ગિકરૂચિ : જાતિ સ્મરણાદિ કારણે ઉપદેશાદિ શ્રવણ થયા વિના તત્ત્વ રૂચિ પેદા થાય તે નૈસર્ગિક રૂચિ સમકિત કહેવાય છે.
(૨) ઉપદેશ રૂચિ : ઉપદેશ દ્વારા તત્ત્વની રૂચિ પેદા થાય તે ઉપેદશ રૂચિ સમકિત કહેવાય છે
(૩) આજ્ઞારૂચિ : શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન શકિત મુજબ કરતાં તત્વ પ્રત્યે જે રૂચિ થાય તે આજ્ઞારૂચિ સમકિત કહેવાય છે.
(૪) સૂત્રરૂચિ : સૂત્ર ભણતાં ભણતાં શ્રી જિનેશ્વર ભગવંતના તત્ત્વ પ્રત્યે રૂચિ પેદા થાય તે સૂત્રરૂચિ સમકિત કહેવાય છે.