________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૧૯ ક્ષયોપશમ સમકિતની હાજરીમાં મનુષ્યો તથા તિર્યંચો આયુષ્યનો બંધ કરે તો નિયમા વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે.
સિદ્ધાંતના મતે સાતિચાર ક્ષયોપશમ સમકિતિ જીવો આયુષ્યનો બંધ કરે તો ભવનપતિ વગેરે દેવોનું આયુષ્ય બાંધે છે. પણ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધતા નથી.
આ ક્ષયોપશમ સમકિતિ જીવો મિથ્યાત્વ ગુણસ્થાનકને વધારેમાં વધારે ૧૩૨ સાગરોપમકાળ સુધી પ્રાપ્ત કરતા નથી તે આ રીતે
ઉત્કૃષ્ટથી ક્ષયોપશમ સમકિતનો કાળ સાધિક ૬૬ સાગરોપમ હોય છે. એ કાળ પૂર્ણ થતાં વચમાં એક અંતરમુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાર બાદ ફરીથી ક્ષયોપશમ સમકિતની પ્રાપ્તિ કરે અને સાધિક ૬૬ સાગરોપમ સુધી સમકિતને રાખે આ રીતે ૧૩૨ સાગરોપમ થાય છે. આટલા કાળમાં જીવ પુરૂષાર્થ કરીને જો મોક્ષમાં ન જાય તો અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. સિદ્ધાંતના મતે ક્ષયોપશમ સમકિતનો કાળ સાધિક ૬૬ સાગરોપમનો જ હોય છે. એટલે કે તેટલા કાળમાં કોઈ જીવ મોક્ષે ન જાય તો કાળ પૂર્ણ થતાં અવશ્ય મિથ્યાત્વને પામે છે.
આખા ભવચક્રમાં ક્ષયોપશમ સમકિત અસંખ્યાતી વાર પ્રાપ્ત કરી શકે છે એક ભવમાં હજાર પૃથકત્વ (૨૦૦૦ થી ૯૦૦૦) વાર સમકિત આવી શકે છે.
દેવતા તથા નારકીના જીવો પર્યાતિ પૂર્ણ કર્યા બાદ એક અંતરમુહૂર્તમાં ક્ષયોપશમાં સમકિત પ્રાપ્ત કરે છે.
તિર્યંચો દિન પૃથકત્વ (૨ થી ૯ દિવસો બાદ ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરી શકે છે. આ તિર્યંચો જાતિસ્મરણ જ્ઞાનથી, ધર્મનો ઉપદેશ સાંભળવાથી તથા શ્રી જિનબીબના દર્શનથી પ્રાપ્ત કરી શકે છે.
મનો સામાન્યથી આઠ વર્ષે સમકિત પ્રાપ્ત કરી શકે છે. દેવતાઓ જાતિસ્મરણ જ્ઞાનથી- ઉપદેશથી - તિર્થંકરોનો મહિમા જેવાથી તથા ઇંદ્રાદિ દેવોની ઋદ્ધિ જોવાથી સમકિત પામી શકે છે.
નવરૈવેયકના દેવ જાતિસ્મરણ જ્ઞાનથી સમકિતની પ્રાપ્તિ કરી શકે છે. પ્રથમની. ૩ નારકના જીવ જાતિસ્મરણજ્ઞાનથી, ઉપદેશથી (પરમાધામી યાદ કરાવે છે અથવા પરસ્પર નારકીના જીવો એક બીજા સારી વાતો કરે તેને ઉપદેશ કહેવાય છે.) તથા વેદનાના અનુભવથી સમકિતની પ્રાપ્તિ કરી શકે છે.