________________
૧૮
કર્મગ્રંથ-૨ વિવેચન દલિકોના ૩ પુંજ કરે છે આ ૩ પુંજ કર્યા પછી અપૂર્વકરણનો ૧ અંતરમુહૂર્તનો કાળ પૂરો કરી અનિવૃત્તિકરણના અધ્યવસાયને પ્રાપ્ત કરે છે. આ અધ્યવસાયના કાળમાં જે ૩ પૂંજ કરેલા છે તેમાંથી સમ્યકત્વ મોહનીયનો પૂંજ ઉદયમાં આવે એ રીતનો પ્રયત્ન કરીને ગોઠવણ કરે છે અને જ્યારે અનિવૃત્તિકરણનો કાળ પૂર્ણ થાય ત્યારે જીવ, સમ્યકત્વ મોહનીયના પૂંજ ઉદયમાં આવતાં અવશ્ય ક્ષયોપશમ સમકિતની પ્રાપ્તિ કરે
છે.
કોઈ જીવ ગ્રંથિભેદ કરતાં ૩ પૂજા કરવાના સામર્થ્યવાળા ન હોય એટલે કે ૩ પૂંજ કરી ન શકે તો કર્મગ્રંથમતના અભિપ્રાય મુજબ ઉપશમ સમકિતની પ્રાપ્તિ કરે પણ આ ઉપશમ સમકિતના કાળમાં ૩ પૂંજ કરતા જ નથી. તેથી આ જીવોને ઉપશમ સમકિતના કાળમાં એક મિથ્યાત્વ મોહનીયનો પૂંજ જ સત્તામાં હોય છે. આ કારણથી ઉપશમ સમકિતનો કાળ પૂર્ણ થતાં જ બીજા સાસ્વાદન ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યા વિના જ મિથ્યાત્વ મોહનીયના દલિકો ઉદયમાં આવતાં મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
બન્ને આચાર્યોના મતે આ રીતે સમકિતની પ્રાપ્તિ કર્યા બાદ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે જીવ આવે ત્યારે મોહનીય કર્મની ૨૮ પ્રકત્તિઓની સત્તા હોય છે. આ ગુણસ્થાનકે ઘણો કાળ રહીને સમ્યકત્વ મોહનીયની પ્રકૃત્તિની ઉદ્દવલના કરે ત્યારે ૨૭ની સત્તાવાળો થાય છે અને ત્યારબાદ મિશ્ર મોહનીયની ઉદ્દવલના કરે ત્યારે મોહનીય કર્મની ૨૬ ની સત્તાવાળો બને છે.
આ ૨૬ની સત્તાવાળો જીવ જ્યારે ફરીથી સમકિતની પ્રાપ્તિ કરે ત્યારે ગ્રંથી ભેદાઈ ગયેલી હોવાથી ગ્રંથીભેદ કરતો નથી પણ એ અપૂર્વકરણ નામના અધ્યવસાયથી ૩ પૂંજ કરીને ક્ષયોપશમ સમકિતની પ્રાપ્તિ કરે છે.
સિદ્ધાંતના મતે ક્ષયોપશમ સમકિત લઈને જીવો ચારે ગતિમાં જઈ શકે છે તેમજ આવી શકે છે. નારકીમાં જાય તો ૧ થી ૬ નારક સુધી જઈ શકે. મનુષ્યમાં સંખ્યાત વર્ષના આયુષ્યમાં કે અસંખ્યાત વર્ષના આયુષ્યમાં પણ જઈ શકે છે. તિર્યંચમાં સંખ્યાત વર્ષના આયુષ્યમાં કે અસૅખ્યાત વર્ષના આયુષ્યમાં જઈ શકે છે. અને દેવોમાં ચારે નિકાયમાં જઈ શકે છે.
કાર્મગ્રંથિક મતે ક્ષયોપશમ સમકિત લઈને જીવો કેવળ વૈમાનિકમાં જ જઈ શકે છે તે સિવાય નરકગતિ-તિર્યંચગતિ-મનુષ્યગતિ-ભવનપતિ આદિમાં સમકિત વમીને જ જાય છે એટલે કે સમકિત લઈને જઈ શકતો નથી.