________________
૧૦૮
કર્મગ્રંથ-૨ વિવેચન ઓછી કરવી. કેમે કરીને પુરુષવેદ, સંજ્વલન ચાર કષાયનો છેદ થતાં સુક્ષ્મસંપરા સત્તર પ્રવૃતિઓ બંધાય છે.
ચઉદંસણુચ્ચજનાણ, વિગ્ધદસગંતિ સોલ સુચ્છઓ,
તિસુ સાયબંધ છે, સજોગિ બંધંતુડાસંતો આ ૧૨ અર્થ - ચઉદંસણુચ્ચ-ચારદર્શનાવરણીય તથા ઉચ્ચગોત્ર, જસ-યશનામકર્મ, નાણ-જ્ઞાનાવરણીય પાંચ, વિગ્ધ-પાંચ અંતરાય, દસગંતિ-એદસ પ્રકૃતિ, સોલસસોલનો, ઉચ્છઓ-વિચ્છેદ હોય, તિસુ-ત્રણગુણઠાણે, સાયબંધ-સાતવેદનીયનો બંધ, છેઓછેદ થાય, સજોગિ-યોગીને અંતે, બંધતુ-બંધનો અંત (શતાવેદનીયનો) આણંતો-અનંતો કરે.
ભાવાર્થ - દશમાં ગુણસ્થાનકના અંતે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, એ ૧૪ ઉચ્ચગોત્ર, યશનામકર્મ એ સોળનો અંત થાય છે. ૧૧-૧૨-૧૩ મે એક શાતાવેદનીય બંધાય છે. તેરમાના અંતે અંત થાય છે. ચૌદમે અબંધક હોય.
ઉદવિવાગવેયાગ, મુદીરણમપત્તિ ઈહ દુવાસસયં, સત્તરસય મિચ્છમીસ, સમ્મઆહારણિયુદયા. ૧૩
અર્થ :- ઉદઓ-ઉદય, વિવાર-વિપાક, વેઅણ-વેદવું, ઉદીરણ-ઉદીરણા, અપત્તિ-આણપહોંચે ખેંચીને વેદવું, ઈહ-અહીં, દુવીય એકસોબાવીસ, સત્તરાંએકસો સત્તર, મિચ્છે-મિથ્યાત્વે, મીસ-મીશ્રમોહનીયનો, સમ્મ-સમ્યકત્વ મોહનીયનો, આહાર-આહારકદ્ધિકનો, જિસ-જિનનામકર્મનો, અશુદયા-ઉદય ન હોવાથી.
ભાવાર્થ:- જે પ્રમાણે કર્મ પ્રકૃતિઓનો બંધ કરેલ હોય તે મુજબ વિપાકથી ઉદયમાં આવે. તેને ભોગવવા તે ઉદય કહેવાય છે. બળાત્કારે ખેંચીને ઉદયમાં લાવી ભોગવવા તે ઉદીરણા કહેવાય છે. ઉદય તથા ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ હોય છે. મિશ્ર સમ્યકત્વ, આહારકધિક, તથા જિનનામનો અનુદય થતાં મિથ્યત્વે ૧૧૭ ઉદયમાં હોય છે.
સુહમતિગાયવમિચ્છ, મિચ્છત સાસણે ઈગારસાય, નિરયાણુપુત્રિભુદયા, આણથાવરઈગવિગલ અંત ૧૪ .
અર્થ:-સુહુમતિ-સુક્ષ્મત્રિક, આયવ-આતપનામ, મિચ્છે-મિથ્યાત્વમોહનીય, મિચ્છત -મિથ્યાત્વ ગુણઠાણે અંત થાય. સાસણ-સાસ્વાદને, ઈગારસય-એકસો અગીયાર, નિરયાણપુબિનરકાસુપૂર્વિનો, આણદયા-અનુદય હોવાથી, અણઅનંતાનુબંધિ ચાર, થાવર-સ્થાવર નામ, ઈગ-એકૅન્દ્રિય જાતિ વિગલ-વિકલેન્દ્રિય જાતિનો, અંતો-અંત હોય.
મીસેસમણુપુથ્વી, ગુદયા મીસોદા મીસંતો, ચઉસમજએ સમા, સુપુત્રિખેવા બિકસાયા ૧૫