________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૧૦૯
અર્થ :- મિસે-મિશ્રગુણઠાણે, સયં-સો, અપ્રુવીણદયા-આનુપૂર્વીનો ઉદય ન હોય, મીસોદએણ-મિશ્રમોહનીયનો ઉદય હોય, મીસંતો-મિશ્ર અંત થાય ત્યારે, ચઉસયંએકસોચાર, અજએ-અવિરત સમ્યક્દ્રષ્ટિ ગુણઠાણે, સમ્મ-સમ્યક્ત્વ મોહનીય, અણુપુ∞િ-ચારઆનુપૂર્વી, ખેવા-ક્ષેપવીએ (નાંખીએ) બીઅ-બીજા(અપ્રત્યાખ્યાનીય) કસાયા-કષાયો.
ભાવાર્થ :- (૧૪ + ૧૫) - સુક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ, મિથ્યાત્વને અંતે અંત થતાં, ૧૧૧ સાસ્વાદને હોય તથા નરકાનુપૂર્વીનો અનુદય હોય, અનંતાનુબંધી ચાર, સ્થાવર, એકેન્દ્રિય વિકલેન્દ્રિયનો અંત, ત્રણ આનુપૂર્વીનો અનુદય થતાં મિત્રે ૧૦૦, મિશ્રના અંતે મિશ્ર મોહનીયનો અંત, સમ્યક્ત્વ મોહનીય તથા ચાર આનુપૂર્વી પ્રક્ષેપ કરતાં સમ્યક્ત્વ ૧૦૪ ઉદયમાં હોય છે. ચોથાના અંતે બીજા (અપ્રત્યાખ્યાનીય) કષાયનો અંત થાય છે.
મણુતિરિષ્ટુપુલ્વિવિઉવટ્ઝ, દુહગઆગાઈજ્જદુગસતરછેઓ, સગસીઈ દેસી નિરિગઈ, આઉ નિઉર્જાઅ તિકસાયા ।। ૧૬ ।। અઠ્ઠ છેઓ ઇગસી, પમત્તિ આહારજુગલ પકખેવા, થીગતિગાહારગદુગ, છેઓ છસ્સયરિ અપમત્તે । ૧૭૫
અર્થ :- મણુતિરિ-મનુષ્ય અને તિર્યંચની, અણુપુથ્વી-આનુપૂર્વી, વિઉવટ્ઝ - વૈક્રિયાષ્ટક, દુહગ-દૌભગ્ય, અગાઈજ્જદુગ-અનાદેયદ્ઘિક, સતરછેઓ-સત્તરનો વિચ્છેદ,સગસીઈ-સત્યાસી, દેસિ-દેશવિરતિએ, તિરિગઈ-તિર્યંચગતિ, આઉ-(તિર્યંચ) આયુ, નિ-નિચ્ચગોત્ર, ઉજ્જોઅ-ઉદ્યોતનામ, તિ-ત્રિજા, કસાયા-કષાય ચોકડી, અટ્ઠછેઓ-આઠનો છેદ, ઇગસી-એકયાસી, પમત્તિ-પ્રમત્ત ગુણઠાણે, આહારજુઅલઆહારકયુગલ, પખેવા-ક્ષેપવીએ, થીતિગ-થીણઘ્ધિત્રિક, આહારગદ્ગઆહારકધિક, છેઓ-વિચ્છેદ થાય, છસ્સયરિ-છોતેર, અપમત્તે-અપ્રમત્ત ગુણઠાણે.
ભાવાર્થ :- મનુષ્ય, તિર્યંચાનુપૂર્વી, વૈક્રિયઅષ્ટક, દુર્લંગ, અનાદેયધિક સત્તરનો છેદ થતાં દેશવિરતિએ ૮૭ ઉદયમાં હોય. તિર્યંચગતિ-તિર્યંચાયુ-નીચગોત્ર, ઉદ્યોત તથા ત્રીજા કષાય એ આઠનો છેદ થતાં, પ્રમત્તે ૮૧ આહારક દ્વિકનો પ્રક્ષેપ કરવાથી, થીણઘ્ધિત્રિક તથા આહારકદ્દિકનો અંત થતાં અપ્રમત્તે ૭૬ ઉદયમાં હોય.
સમ્મત્તતિમ સંઘયણ, તિઅગચ્છેઓ બિસત્તરિ અપુલ્યે, હાસાઈછકઅંતો, છ િ અનિઅગ્નિ વેઅતિગૈ ।। ૧૮ ।। સંજલણ તિગં છછેઓ, સ િ સુહુમંમિ તુરિઅ લોભંતો, ઉવસંતગુણે ગુણસદ્ઘિ, રિસહનારાય દુગ અંતો ।। ૧૯ ।। અર્થ :-સમ્મત્ત-સમકિત મોહનીય, અંતિમ-છેલ્લાં, સંઘયણતિયગ-સંઘયણત્રિક,