________________
કર્મગ્રંથ-૨ વિવેચન અનભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વ પાંચ પ્રકારના જીવોને હોય (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મીભવ્ય (૪) લઘુકર્મીભવ્ય (૫) દુર્લભબોધિભવ્ય . (૩) આભિનિવેષિક મિથ્યાત્વ : શ્રી જિનેશ્વર ભગવંતો પ્રરૂપિત તત્ત્વોને વિશે નિકાચિત કર્મના ઉદયને કારણે પોતાની બુદ્ધિથી સાચું સમજવા છતાં ખોટું પકડી જ રાખે તે આભિનિવેષિક મિથ્યાત્વ કહાવાય છે. આ મિથ્યાત્વ ફકત દુર્લભબોધિ જીવોને જ હોય છે. (૪) સાંશયિક મિથ્યાત્વ : (૧) દેશમાંશયિક (૨) સર્વસાયિક
(૧) દેશસશયિક : શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલ જેટલા પદાર્થો છે તેમાંથી કોઈકમાં શંકા રાખ્યા કરવી તે દેશમાંશયિક મિથ્યાત્વ કહેવાય છે. તે એક લઘુકર્મી ભવ્ય જીવોને હોય છે.
(૨) સર્વસશયિક : શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા પદાથોને વિશે સંશય રાખ્યા જ કરવો તે સર્વસાયિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ અભવ્ય-દુર્ભવ્યભારેકર્મી - લઘુકમ ભવ્ય તથા દુર્લભબોધી ભવ્ય જીવોને હોય છે.
(૫)અનાભોગિક મિથ્યાત્વ : અનુપયોગ પણાથી રહેલું મિથ્યાત્વ તે અનાભોગિક મિથ્યાત્વ કહેવાય છે આ મિથ્યાત્વ એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને હોય છે એટલે કે છ એ પ્રકારના જીવોને હોય છે.
બીજી રીતે મિથ્યાત્વના ૭ પ્રકાર કહેલા છે. પૂજ્યપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ઉપદેશપદમાં બતાવેલ છે.
(૧) એકાંતિક મિથ્યાત્વ (૫) વિપરીતરૂચી મિથ્યાત્વ (૨) સાંશયિક મિથ્યાત્વ (૬) નિસર્ગ મિથ્યાત્વ (૩) વૈનયિકિ મિથ્યાત્વ (૩) મૂઢદ્રષ્ટિ મિથ્યાત્વ (૪) પૂર્વવ્યુદગ્રાહી મિથ્યાત્વ (૧) એકાંતિક મિથ્યાત્વ : જીવ સર્વથા ક્ષણિક છે કે અક્ષણિક તેની વિચારણા કરતાં ક્ષણિક કે અક્ષણિકમાંથી એકની કાર સાથે વિચારણા કરવી તે તથા સગુણ છે કે નિર્ગુણ જ છે એવી વિચારણા કરવી તે એકાંતિક મિથ્યાત્વ કહેવાય છે.
(૨) સાંશયિક મિથ્યાત્વ : શ્રી વિતરાગ પરમાત્માએ જીવ અજવાદિ જે પદાથો કહેલા છે તે સત્ એટલે કે વિદ્યમાન હશે કે નહિ ઈત્યાદિ રૂપ વિચારણા કરવીસંકલ્પો કરવા તે સાંશયિક મિથ્યાત્વ કહેવાય. (૩) વૈનયિકિ મિથ્યાત્વ : સર્વ આગમો-શાસ્ત્રોલીંગ-વેષવાળા સવિદો,