________________
કર્મગ્રંથ-૨ વિવેચન
સર્વધર્મો હંમેશા સરખા જ છે એવા પ્રકારની જે બુદ્ધિ પેદા થાય તે વૈનિટિક મિથ્યાત્વ કહેવાય છે.
७
(૪) પૂર્વવ્યુદગ્રાહી મિથ્યાત્વ : જેમ ચામડીયાના ટોળામાં ચામડાના ટૂકડાનું ભોજન હોય તેવા કુહેતુ અને કુદ્રષ્ટાંતોથી જે જીવો ભરમાયેલા હોય કે જેઓ સાચા તત્ત્વને પામે નહિં તે પુર્વયુદ્રગ્રાહી મિથ્યાત્વ કહેવાય છે.
(૫) વિપરિતરુચિ મિથ્યાત્વ : જેમ તાવ આવેલાને મધુરરસ કડવો લાગે અને કડવોરસ મધુર લાગે તેમ આરૂચિવાળો જીવ ખોટાને ખરું માને અને ખરાને ખોટું માને તથા તાવ વિગેરે રોગોમાં કુપથ્ય સેવવાનું મન થાય તેમ આ રૂચિવાળા જીવોને કુદેવાદિને જ સેવવાનું મન થાય તે વિપરિતરુચિ મિથ્યાત્વ કહેવાય છે.
(૬) નિસર્ગ મિથ્યાત્વ : જન્માંધ પુરુષ જેમ સારા કે ખરાબ રૂપને સર્વથા ન જોઈ જાણી શકે તેમ જે જીવો તત્ત્વને તત્ત્વરૂપે અને અતત્ત્વને અતત્ત્વરૂપે પોતાના સ્વભાવથી જ ન સમજે તે નિસર્ગ મિથ્યાત્વ કહેવાય છે.
(૭) મુઢદ્રષ્ટિ મિથ્યાત્વ : જે જીવો યુક્તાયુક્તનો વિચાર ન કરી શકે અથવા વિચાર કરનાર ન હોય એટલે કે રાગીને દેવ કહે, સ્ત્રી પરિગ્રહ આદિ સંગવાળાને ગુરૂ કહે તથા પ્રાણીની હિંસામાં ધર્મ કહે તે મૂઢદ્રષ્ટિ મિથ્યાત્વ કહેવાય છે.
અવ્યવહારરાશીમાં એક નિસર્ગ મિથ્યાત્વ હોય છે.
વ્યવહારરાશીમાં સાતે સાત મિથ્યાત્વ હોય છે.
એકાંતિક-પુર્વવ્યુગ્રાહિ-વિપરીતરૂચી-મૂઢદ્રષ્ટિ આ ચારે મિથ્યાત્વને વિષે ૬ પ્રકારના જીવોમાંથી જાતિભવ્ય સિવાય પાંચ પ્રકારના જીવો ઘટે છે. સાંશિયક અને વૈનયિક મિથ્યાત્વમાં એક લઘુકર્મી ભવ્યજીવ પ્રાયે હોય છે.
બીજી રીતે મિથ્યાત્વના ૧૦ પ્રકારો કહેલ છે.
(૧) જીવને વિશે અજીવની સંજ્ઞા (૨) અજીવને વિશે જીવની સંજ્ઞા (૩) માર્ગને વિશે ઉન્માર્ગની સંજ્ઞા (૪) ઉન્માર્ગને વિશે માર્ગની સઁજ્ઞા (૫) સુદેવને વિશે કુદેવની સંજ્ઞા (૬) કુદેવને વિષે સુદેવની સંજ્ઞા (૭) સાધુને વિશે કુસાધુની સંજ્ઞા (૮) કુસાધુને વિષે સુસાધુની સંજ્ઞા (૯) ધર્મને વિશે અધર્મની સંજ્ઞા (૧૦) અધર્મને વિષે ધર્મની સંજ્ઞા
બીજી રીતે મિથ્યાત્વના કાળને આશ્રયીને ચાર પ્રકાર થાય છે. (૧) અનાદિઅનંત કાળ (૨) અનાદિસાંતકાળ (૩) સાદિઅનંતકાળ (૪) સાદિસાંતકાળ
(૧) અનાદિઅનંતકાળ મિથ્યાત્વ : જે જીવોને અનાદિકાળથી મિથ્યાત્વનો ઉદય