________________
૬૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ સામગ્રી પ્રાપ્ત થતાં સુખનો અનુભવ થાય છે અને પદાર્થો આદિનો વિયોગ કે પ્રતિકૂળ સામગ્રીઓ મળવાથી દુઃખનો અનુભવ થાય છે.
અર્થાત્ સુખમાં આસક્તિ થવાથી અશાતા વેદનીય બંધાય જેથી પછી અશાતા બંધાયેલ ઉદયમાં આવે તેથી અશાતા આવે.
પરંતુ શ્રીપાળ મહારાજાની જેમ આસક્તિ ન થાય તો સતત સુખ પણ રહે, શાતા રહે અને સુખમાં આસક્તિ-તન્મયતા થાય તે અશાતા બંધાવાથી સતત અશાતા ઉદયમાં આવે. મોહનીયકર્મનું વર્ણન:
ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मजं व मोहणीयं, दुविहं दंसणचरणमोहा ॥ १३ ॥ | શબ્દાર્થ ઃ મોસન્ન = ઘણું કરીને, મíવ = મદિરા જેવું, દુવિર્દ = બે પ્રકારે, વંસન = દર્શન મોહનીય
ગાથાર્થ દેવ અને મનુષ્યગતિને વિશે પ્રાયઃ કરીને શાતાનો અને તિર્યંચ તથા નરકગતિને વિશે ઘણું કરીને અશાતાનો ઉદય હોય છે. મદિરા જેવું મોહનીય કર્મ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ બે પ્રકારે છે. તે ૧૩ |
વિવેચન : દેવ અને મનુષ્યગતિમાં તત્કાયોગ્ય (ઘણું કરીને) શાતાવેદનીયનો ઉદય હોય છે. તેના કારણે સુખનો અનુભવ કરે છે. તિર્યંચ અને નરકગતિમાં (પ્રાયઃ) ત~ાયોગ્ય અશાતાવેદનીયનો ઉદય હોય છે. તેના કારણે દુઃખનો અનુભવ કરે છે.
અહીં પ્રાયઃ કહેવાનું કારણ દેવોમાં પણ કેટલાક દેવોને ચ્યવનાદિકાળે, દેવીના અપહરણકાળે, પરસ્પર લડાઈ તેમજ પરસ્પર અપહરણાદિ કાળે ઈર્ષા, લોભ આદિ દોષોના કારણે અશાતાનો ઉદય પણ હોય છે.