________________
મોહનીયકર્મ
૬૯
વળી મનુષ્યને પણ ચોથા વિગેરે આરામાં ગર્ભાવસ્થામાં, ઠંડી, ગરમી વગેરે પ્રતિકૂળ સંયોગોમાં, રોગાદિકષ્ટ તથા મરણ, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ વખતે અશાતાનો ઉદય હોય છે.
તિર્યંચોમાં અશાતા હોવા છતાં કેટલાક પટ્ટહસ્તિ, અશ્વ, વિદેશી કુતરાં, પોપટાદિનું પાલન પોષણ સારી રીતે થતું હોવાથી ત~ાયોગ્ય શાતાનો ઉદય પણ હોય છે.
નારકોને જિનેશ્વર ભગવંતોના જન્માદિ કલ્યાણકાદિ પ્રસંગે શાતાનો ઉદય હોય છે.
દેવોને વધારે શાતા હોય, મનુષ્યને તે અપેક્ષાએ ઓછી શાતા હોય. નારકોને તીવ્ર અશાતા, તિર્યંચોને તે અપેક્ષાએ ઓછી અશાતા હોય છે.
મોહનીયકર્મ : હવે ચોથું મોહનીયકર્મ કહે છે. (૧) મુંઝવે – મોહતિ વત્ - આત્માને મુંઝવે. (૨) સદ્ (સારું), અસત્ (ખરાબ) ના વિવેકથી રહિત કરે.
(૩) શ્રદ્ધા અને આચરણમાં મુંઝવે એટલે સાચી શ્રદ્ધા અને સારું આચરણ ન કરવા દે તે.
બધા કર્મમાં મોહનીય કર્મ મુખ્ય છે. એ જાય તો બીજા કર્મ પણ ક્રમશઃ તરત જાય છે. તેથી તે કર્મને બરાબર જાણવું જોઈએ. અને તે જાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. માટે સ્વરૂપ બરાબર સમજવા જેવું છે.
મોહનીયના મુખ્ય ભેદ બે (૧) દર્શન મોહનીય (૨) ચારિત્ર મોહનીય.