________________
૬૭
વેદનીયકર્મ
વેદનીય કર્મ :
સુખ, દુઃખ, ખેદ, આફ્લાદ-આનંદ આદિ રૂપે જે વેદાય તે વેદનીયકર્મ કહેવાય છે.
પ્રશ્ન : જોકે વેદાય તે વેદનીય એમ વ્યુત્પત્તિ કરીએ તો બધાં કર્મો જીવને વેદાય છે તો સુખ-દુઃખ આદિ રૂપે વેદાય તે વેદનીય એમ કેમ ?
જવાબ : જોકે દરેક કર્મ વેદાય-ભોગવાય છે. અહીં કર્મના ઉદયમાં સુખ-દુઃખ મુખ્ય હોવાથી રુઢ અર્થ તરીકે વેદનીય નામ આપેલ છે. જેમ પંકજ-કાદવમાં ઉત્પન્ન થાય છે. તેનો અર્થ હોવા છતાં કાદવમાં કીડા-ઘાસ વિગેરે ઘણું ઉત્પન્ન થાય છતાં અમુક પ્રકારના ફુલને જ પંકજ-કમળ કહેવાય. તેમ અહીં સમજવું.
વેદનીય કર્મ બે પ્રકારે છે : (૧) શાતા વેદનીય (૨) અશાતા વેદનીય.
(૧) શાતાવેદનીય કર્મ ઃ જેના ઉદયથી આરોગ્ય, વિષય, ઉપભોગ આદિથી ઉત્પન્ન થતાં આફ્લાદ (આનંદ) લક્ષણ સુખને વેદાય-ભોગવાય તેને શાતાવેદનીય કર્મ કહેવાય છે.
(૨) અશાતા વેદનીય કર્મ ઃ જેના ઉદયથી આરોગ્ય, વિષયઉપભોગ આદિની પ્રતિકૂળ સામગ્રી મળવાથી ઉત્પન્ન થતાં દુઃખનો અનુભવ કરાય તેને અશાતાવેદનીય કર્મ કહે છે.
વેદનીય કર્મનો સ્વભાવ મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું છે. જેમ મધથી લેપાયેલી તલવારની ધારને ચાટતાં સ્વાદ આવવાથી પ્રથમ સુખનો અનુભવ થાય છે અને પછી આસક્તિથી ઉપયોગ ન રહે તો જીભ કપાય છે ત્યારે દુઃખનો અનુભવ થાય છે. ઉપયોગ રહે તો જીભ ન કપાય તેમ વિષયો આદિ પદાર્થની અનુકૂળ