________________
६६
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
એક સાધુ મહાત્મા દિવસે ચંડીલ ભૂમિએ ગયા. રસ્તામાં હાથીએ તેમને હેરાન-પરેશાન કર્યા. તેથી હાથી ઉપર ચિત્તમાં ઠેષ પ્રવેશી ગયો, પરંતુ હાથી સામે લડી શકાય નહીં અને તે વિચાર રાત્રે નિદ્રામાં આવ્યો.
થિણદ્ધિ નિદ્રાના ઉદયમાં રાત્રે ઉપાશ્રયથી બહાર જઈ હાથી સાથે યુદ્ધ કર્યું, તેના દંતશૂળ તોડી નાંખ્યા અને ઊપાશ્રયમાં આવી સૂઈ ગયા. સવારે લોહી ખરડાયેલાં કપડાં જોઈ ગુરુએ પૂછતાં ખ્યાલ આવ્યો કે નિદ્રાના ગાઢ ઉદયમાં આ અકાર્ય કર્યું છે.
આ રીતે થિણદ્ધિના ઉદયમાં હાથી સામે યુદ્ધ કરવાનું બળ આવી ગયું તેમ જાણવું.
એક રજપૂત જ્ઞાતિના ભાઈએ જિનેશ્વર ભગવાનના ધર્મને પામી દીક્ષા લીધી. પૂર્વે તેમણે પાડા વિગેરેના માંસનો માંસાહાર કરેલ. એકવાર ચંડીલ ભૂમિએ જતાં એક રાષ્ટ-પુષ્ટ પાડાને જોયો. પૂર્વે કરેલ માંસાહાર યાદ આવ્યો અને રાત્રે ઉંઘમાં પાડાને જોવા માત્રથી થિણદ્ધિનો ઉદય આવ્યો. ઉપાશ્રયની બહાર જઈને પાડાને મારી, માંસના ટૂકડા ઉપાશ્રયના ધાબા ઉપર નાખી સૂઈ ગયા.
આ રીતે ગાઢ નિદ્રામાં અકાર્ય થઈ જાય. માટે થિણદ્ધિ નિદ્રાના ઉદયવાળા જીવને દીક્ષા આપવાને અયોગ્ય કહેલ છે.
સ્વાનગૃદ્ધિ આ નિદ્રામાં શારીરિક બળ અને તીવ્ર આસક્તિ એકઠી થઈને દુષ્કાર્ય કરાવે છે.
આ નિદ્રાના ઉદય વખતે જીવ જો પ્રથમ વજઋષભનારાચા સંઘયણવાળો હોય તો તેને અર્ધચક્રવર્તી (વાસુદેવ)ના બળ કરતાં અર્ધા બળવાળો થાય છે અને અન્ય સંઘયણવાળાને પણ વધુમાં વધુ સાતઆઠ ગણું બળ પ્રાપ્ત થાય છે. તે જીવ મરીને અવશ્ય નરકમાં જાય છે. એટલે થિણદ્ધિ નિદ્રામાં નરકનું આયુષ્ય બંધાય છે.